Get The App

ટેકાના ભાવે તુવેર ખરીદવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો 3થી 20 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે

Updated: Jan 29th, 2025


Google News
Google News
ટેકાના ભાવે તુવેર ખરીદવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો 3થી 20 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે 1 - image


Gujarat Govt will buy toor at MSP : રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન માધ્યમથી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કુલ 206 ખરીદ કેન્દ્રો રાખવામાં આવ્યા છે. 

206 કેન્દ્ર પર ટેકાના ભાવે તુવેર ખરીદાશે

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને નિર્ણય કર્યો છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો. જ્યારે આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદીને લઈને ખેડૂતો માટે નોંધણી શરૂ થવાની છે. જેમાં ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. 

આ પણ વાંચો: GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર, Dyso, STI, ક્લાસ-1 માટે કરાશે ભરતી

ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, 'ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે સરકારે તૈયારી દર્શાવતા તુવેર પકવતા ખેડૂતો માટે મોટી રાહત ઊભી થઈ છે. ખેડૂતો પાસેથી તુવેરના પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે.'



Tags :
gujaratGandhinagarFarmer

Google News
Google News