ખેડૂતોને 'પાણીચોર' ગણાવતી સરકાર પોતે 'કામચોર', નર્મદાની 6000 કિ.મી. કેનાલનું કામ બાકી
File Photo |
Narmada Canal: નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે, આજે પણ હજારો ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. કારણ કે, ગુજરાત સરકાર આટલા વર્ષો પછઈ પણ કેનાલો બનાવી નથી શકી. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, 5,921 કિ.મી કેનાલ બનાવવાની બાકી છે.
સિંચાઈનું પાણી આપ્યાં વિના ખેડૂતોને ‘પાણીચોર’ સાબિત કરવા છે
ગુજરાતમાં કેનાલોનુ નેટવર્ક સ્થાપવામાં સરકાર ઉણી ઉતરી છે. જો કેનાલોનો પુરતી નેટવર્ક હોય તો, ગુજરાતના ખેડૂતોનો સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. કારણ કે, નર્મદાની મુખ્ય શાખા નહેર મોટાભાગે પૂર્ણ થઈ છે. માત્ર 46.13 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. પરંતુ, 1052 કિ.મી પ્રશાખા અને 4663 કિ.મી પ્રપ્રશાખા હજુ સુધી બનાવવામાં નથી આવી. કુલ 69829 કિ.મી નર્મદા કેનાલ બનાવવાનું નક્કી કરાયું છે પરંતુ, અત્યાર સુધી માત્ર 53908 કિ.મી કેનાલ જ બની શકી છે. હજુ 5921 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. નિષ્ણાંતો અનુસાર, જો કેનાલ નેટવર્ક બની જાય તો ખેતરો સુધી સિંચાઈનું પામ પહોંચી શકે અને ખેડૂતોને લાભ મળી શકે.
આ પણ વાંચોઃ ગુજરાતના CMને એક જ સમાજને રાજી કરવામાં રસ...! દલિત, ક્ષત્રિય, કોળી, ઠાકોરનું શું વાંક?
જોકે, ગુજરાત સરકારની દાનત ખોરી છે કેમકે, નાની કેનાલ બનાવવામાં ઉદાસિનતા દાખવવામાં આવી રહી છે. સરકારને કેનાલો બનાવવી નથી, સિંચાઇનું પાણી આપવું નથી પણ ખેડૂતોને પાણીચોર સાબિત જરૂર કરવા છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાંય ખેડૂતો સામે પાણીચોરીના કેસો દાખલ કરાયાં છે. બીજી તરફ કચ્છના રણમાં ગમે ત્યારે પાણી છોડી દેવાતાં અગરિયાઓને નુકસાન થાય છે.
આ પણ વાંચોઃ વિવાદિત જોગવાઈને પગલે ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી ભરતી ખોટકાઈ, જાણો મામલો
હજુ કેટલી કેનાલો બનાવવાની બાકી છે?