Get The App

રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ સોમ-મંગળ બે દિવસ પોલીસ મથકના વડા સાંભળશે નાગરિકોની રજૂઆત

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ સોમ-મંગળ બે દિવસ પોલીસ મથકના વડા સાંભળશે નાગરિકોની રજૂઆત 1 - image


Gujarat Police News : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ હવે દર સોમવાર અને મંગળવારે પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓએ સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે.

સ્થાનિક સ્તરે જ થઈ જશે સમાધાન

રાજ્ય સરકારના આ નિર્ણયથી સ્થાનિકોના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ હવે સ્થાનિક સ્તરે જ મળી જશે. જેના માટે તમામ પોલીસ અધિકારીઓને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને કડક સૂચના આપવા કહ્યું છે. આ બે દિવસોમાં અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમનું આયોજન નહીં કરવું, તેવી પણ સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ આજે વિસર્જન યાત્રાને અનુલક્ષીને માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાશે

ત્વરિત અમલ માટે કરાયો આદેશ

આ સિવાય અધિકારીઓ બેઠક કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકો સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવો જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો ત્વરિત અમલ કરવામાં આવે તેવો નિર્દેશ કર્યો છે

આ પણ વાંચોઃ એક પૈડાની સાઇકલ પર ગણેશજીનું અનોખું વિસર્જન, વડોદરાના યુવાન નોંધાવ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ

કેમ લેવાયો આ નિર્ણય?

રાજ્યમાં દૂર-દૂરથી સામાન્ય નાગરિકોને પોતાની રજૂઆતો લઈને ગાંધીનગર જવું પડતું હતું. હવે આ લોકોને છેક ગાંધીનગર ધક્કા ન ખાવા પડે અને પોતાના સ્થાનિક વિસ્તારમાં જ સમસ્યાનું સમાધાન મળી જાય, તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

Google NewsGoogle News