ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Gujarat Government Checking disablity certificate of 4 IAS officers


Gujarat: મહારાષ્ટ્રમાં  ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે. તેની સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ છે. ત્રણ દિવસ પહેલા જ પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવામાં આવી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે પણ ચાર વિકલાંગ IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી છે. આ અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ રાજ્ય સરકાર તેનો રિપોર્ટ UPSPને મોકલવામાં આવશે.

ત્રણ જુનિયર અને એક વરિષ્ઠ સ્તરના અધિકારીઓ સામે તપાસ

રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓની સામે તપાસ કરવામાં આવી રહી છે તેઓ વિકલાંગતા પ્રમાણપત્ર દ્વારા IASમાં પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ચાર IAS સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ જુનિયર અને એક વરિષ્ઠ સ્તરના અધિકારીઓ છે. પૂજા ખેડકર વિવાદ બાદ ગુજરાત સરકાર આ મામલે ઘણી સતર્ક દેખાઈ રહી છે. એક અહેવાલ મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ શંકા ન રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

 આ પણ વાંચો : ગુજરાતમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ચાર IAS અધિકારીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસ બાદ ચાર IAS અધિકારીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમના વિકલાંગતા પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે એક વરિષ્ઠ IAS અધિકારીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઓફિસરને હાલમાં કોઈ વિકલાંગતા નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં એવી સંભાવના છે કે સંબંધિત અધિકારીએ જ્યારે તેમની સેવા શરૂ કરી ત્યારે તે વિકલાંગતાથી પીડિત હોઈ શકે છે, જે સમય જતાં ઠીક થઈ ગયો હશે, પરંતુ સાચી હકીકત તો સંપૂર્ણ તપાસ પછી જ બહાર આવશે.

આ પણ વાંચો : સરકારે ગુરૂ પૂર્ણિમા પહેલાં ગુજરાતના ગુરૂજનોને આપી ભેટ, બદલીના નિયમો જાહેર

શું છે પૂજા ખેડકરનો વિવાદ? 

પૂજા ખેડકર UPSC પરીક્ષામાં ઓબીસી અને દ્રષ્ટિબાધિત ઉમેદવાર હતા. આ સાથે માનસિક બીમારીનું પણ પ્રમાણપત્ર આપ્યું હતું. UPSCએ એપ્રિલ 2022માં પૂજાને દિલ્હી એઈમ્સમાં હાજર થવા માટે કહ્યું હતું, જેથી  તેમની વિકલાંગતા પ્રમાણિત કરી શકાય. જો કે તે તપાસ માટે હાજર જ નહોતા થયા. એટલું જ નહીં, ત્યાર પછી પણ પૂજા ખેડકરે સળંગ છ વખત તપાસ માટે હાજર થવામાં આનાકાની કરી હતી. 

ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ 2 - image


Google NewsGoogle News