Get The App

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરાઇ

Updated: Jan 24th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરાઇ 1 - image


Gujarat Government : રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગ દ્વારા થતું હતું પરંતુ હવે આ જવાબદારી ગૃહ વિભાગને સોંપી દેવાઈ છે. સરકારી વકીલોની નિમણૂક, રેકોર્ડ, રજિસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકાઈ છે.

આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે એટલે કે ગૃહ વિભાગ જે મુખ્યત્વે પોલીસ સેવાનું સંચાલન કરે છે તે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાનું પણ સંચાલન કરશે. તેવી જ રીતે બી-શાખા જે ફોજદારી કેસોમાં ચુકાદાઓ સામે દાખલ કરાયેલી અપીલોનું ઘ્યાન રાખે છે તે પણ ટ્રાન્સફર થશે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરાઇ 2 - image

એક ઠરાવમાં કાયદા વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે કાયદા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ જે અત્યાર સુધી ફોજદારી કેસોની દેખરેખ રાખતી હતી તેને ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ઘ્યાન રાખતી બી-1 શાખા તેને ફાળવવામાં આવેલા વિષયો ગૃહ વિભાગને સોંપશે.

Tags :