ગુજરાત સરકારે ફરી વહીવટી તંત્રમાં કર્યો ફેરફાર, બે IASને વધારાનો ચાર્જ, એકને સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી
Gandhinagar News: થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે મોટો વહીવટી ફેરફાર કર્યો હતો. જેમાં 68 IAS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ અપાયા હતા. ત્યારે હવે ગુજરાત કેડરના બે IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો અને એક IAS અધિકારીને સ્પેશિયલ સેક્રેટરીનો ચાર્જ સોંપાયો છે. જેમાં IAS અશ્વિની કુમારને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સેક્રેટરીનો ચાર્જ સોંપાયો છે. જ્યારે IAS ટી.નટરાજને GNFCના MD તરીકેનો ચાર્જ સોંપાયો છે. આ સિવાય સચિવાલયના રોડ-બિલ્ડિંગ વિભાગના ચીફ એન્જિનિયર કે.એમ. પટેલને સ્પેશિયલ સેક્રેટરીનો ચાર્જ સોંપાયો છે.