Get The App

ગુજરાતમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ વચ્ચે સરકાર ઝૂકી, તાત્કાલિક લીધો મોટો નિર્ણય

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ વચ્ચે સરકાર ઝૂકી, તાત્કાલિક લીધો મોટો નિર્ણય 1 - image


Gujarat Governmemtn Decision on Smart meters: રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે. અને સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.  

અનેક શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ

અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડુ મોકલાયુ હતું. પાટનગરમા ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં  પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

ગુજરાતમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ વચ્ચે સરકાર ઝૂકી, તાત્કાલિક લીધો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News