Get The App

વડોદરામાં રાજ્ય સરકારે વુડાની ભૂગર્ભ ગટર યોજના માટે 51.72 કરોડ મંજૂર કર્યા

Updated: Jan 3rd, 2025


Google News
Google News
વડોદરામાં રાજ્ય સરકારે વુડાની ભૂગર્ભ ગટર યોજના માટે 51.72 કરોડ મંજૂર કર્યા 1 - image


Vadodara : વડોદરા શહેર વિકાસ સત્તા મંડળ (વુડા)ને ભૂગર્ભ ગટર યોજના માટે 51.72 કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે માર્ગોને નુકસાન થયું હતું. નુકસાનની મરામત કરવા અને નવા માર્ગો માટે વાઘોડિયા નગરપાલિકા માટે 4.46 કરોડ અને ડભોઇ માટે 1.75 કરોડની રકમમાં મંજૂર કરવામાં આવી છે.

ખાનગી સોસાયટીમાં જન ભાગીદારી ઘટકમાં 70:20:10 ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ગટર જોડાણ અને પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકા વિસ્તાર માટે 1.60 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સિમેન્ટ કોન્ક્રીટ રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન અને ડામર રોડ બનાવવા જેવા કામો માટે ભરૂચ પાલિકાને પણ રકમ ફાળવવા અનુમતિ આપવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 17 નગરપાલિકા અને 7 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કામો માટે આશરે 1000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમમાંથી રસ્તા અને આંતર માળખાકીય સુવિધાની કામગીરી કરવામાં આવનાર છે.

Tags :
VadodaraVadodara-COrporationDrainage-Project

Google News
Google News