Get The App

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર 1 - image


Diwali Festival Holiday : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા. 3-11-2024 રવિવારના દિવસે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ તે દિવસે પણ રજા જાહેર કરાઈ છે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ દિવાળીની ચિંતા ના કરશો! પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત

1 તારીખે રજા, તેના બદલામાં 9 તારીખે કચેરીઓ ચાલુ રહેશે

જોકે, દિવાળી પર્વમાં સરકારી કર્મચારી/અધિકારીઓ તહેવારો માણી શકે તે હેતુથી તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (જેમાં પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ / કૉર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં 9-11-2024 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર 2 - image

આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કૉર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારનું મોટું એલાન, DA 3% વધારી કર્મચારીઓને આપી દિવાળીની ભેટ



Google NewsGoogle News