Get The App

મોટી જાહેરાત : ગુજરાતમાં કમોસમી વરસાદના મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય કરશે રાજ્ય સરકાર

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
મોટી જાહેરાત : ગુજરાતમાં કમોસમી વરસાદના મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય કરશે રાજ્ય સરકાર 1 - image

ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી સર્જી છે. ભારે વરસાદના કારણે પાક અને મોટી જાનહાનિ પણ થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 24 લોકોના મોત થયા. ત્યારે મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર સહાય ચૂકવશે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જોગવાઈ કરાઈ છે.

રાજ્યમાં 24 લોકોના કમોસમી વરસાદે લીધા જીવ

વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા, ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. જ્યારે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

જાપાનથી મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જાપાનની મુલાકાતે છે, પરંતુ કમોસમી વરસાદ અંગે માહિતી મેળવ્યા બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે સૂચના આપી છે.



Google NewsGoogle News