Get The App

ગુજરાતની 9 નગર પાલિકાને મળ્યો મહા નગર પાલિકાનો દરજ્જો, કેબિનેટે આપી મંજૂરી

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
ગુજરાતની 9 નગર પાલિકાને મળ્યો મહા નગર પાલિકાનો દરજ્જો, કેબિનેટે આપી મંજૂરી 1 - image


New Municipal Corporation : નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં નવ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે મંજૂરી અપાઈ છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને હવે મહા નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ નગરોના રહેવાસીઓની માગ હતી, જેથી લોકોમાં ખુશીનો માહોલ છે.  

પાલિકાઓની ચૂંટણી પર પડશે અસર!

આ નગર પાલિકાઓને મહા નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી, પરંતુ જો નવ પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી ફેરફાર થઈ શકે છે કારણ કે, નવી મહા નગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે.  

ગ્રાન્ટ ફાળવણીની પણ તૈયારી! 

સૂત્રોના અહેવાલ અનુસાર સીએમઓ દ્વારા તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી લેવા સંબંધિત વિભાગોને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે જે હાલમાં નગરપાલિકાઓ છે તેની આજુબાજના ગામડાઓને પણ મહાપાલિકામાં આવરી લેવામાં આવી શકે છે. આ સાથે બજેટમાં પણ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી શકે છે. 

ગુજરાતની 9 નગર પાલિકાને મળ્યો મહા નગર પાલિકાનો દરજ્જો, કેબિનેટે આપી મંજૂરી 2 - image





Google NewsGoogle News