Get The App

મોંઘવારીનો વધુ એક માર: ગુજરાત ગેસે વધાર્યો CNGનો ભાવ, આજથી નવો ભાવ અમલમાં

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
મોંઘવારીનો વધુ એક માર: ગુજરાત ગેસે વધાર્યો CNGનો ભાવ, આજથી નવો ભાવ અમલમાં 1 - image


Gujarat Gas Increases CNG Price: ગુજરાત ગેસ કંપની દ્વારા ગઈકાલે CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી CNG કારના માલિકો તેમજ રિક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.

કંપનીએ કિલોએ 1.5 રૂપિયાનો વધારો કર્યો 

ગુજરાત ગેસ કંપની દ્વારા ગઈકાલે મોડી સાંજે CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 77.76 પર પહોંચી ગયો છે. 

નવો ભાવ શનિવારે 12 વાગ્યાથી અમલમાં

કંપની દ્વારા આ ભાવ વધારાના કારણે રાજ્યભરમાં સીએનજી તેમજ રિક્ષા ચાલકોની લાઈનો લાગી ગઈ હતી. કારણ કે શનિવારે 12 વાગ્યાથી અમલમાં આવનાર હોવાથી કેટલાક CNG પંપો પર વાહનોની લાઈનો જોવા મળી હતી.


Google NewsGoogle News