GASના 11 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા
GAS Officers Promotion : રાજ્યમાં વહીવટી વિભાગ દ્વારા GAS કેડરના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી, રાજકોટમાં પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.
રાજ્યમાં GAS કેડરના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગરના સહાયક વિકાસ કમિશનર એસ.ડી. મોઢ, ગાંધીનગરના વિશેષ જમીન સંપાદન અધિકારી એ.ડી. વણઝારા, અમદાવાદ જિલ્લાના સાણંદના પ્રાંત અધિકારી ડી.બી. ટાંક સહિતના અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.

2 IAS અધિકારીની બદલી
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે હવે 2 IAS અધિકારીની બદલી કરાઈ છે. મળતી માહિતી અનુસાર, IAS મોના ખંધાર અને IAS મનીષા ચન્દ્રાની બદલી કરાઈ છે.
