Get The App

VIDEO: 'દીકરા-વહૂએ મને કાંઈ કીધું નથી...', અમેરિકાથી ગાંધીનગર પરત આવેલા દંપતિની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
VIDEO: 'દીકરા-વહૂએ મને કાંઈ કીધું નથી...', અમેરિકાથી ગાંધીનગર પરત આવેલા દંપતિની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા 1 - image


Illegal Indian immigrants: અમેરિકન સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે બે વાગ્યે ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને લઈને અમૃતસર ઉતર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી કાર્યકાળ સંભાળ્યા બાદ દેશના પ્રવાસીઓ પર આ પહેલી કાર્યવાહી છે. વિમાનમાં કુલ 104 ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 30 લોકો હરિયાણા અને 33 ગુજરાતના છે. આ સિવાય 30 અપ્રવાસી પંજાબના રહેવાસી છે. તેમાંથી એક 4 વર્ષની બાળકી પણ છે. પંજાબ પોલીસની કડક સુરક્ષા વચ્ચે અમેરિકન સૈન્ય વિભાગે બુધવારે અમૃતસરના શ્રી ગુરૂ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું છે. 

દીકરાની વાપસી પર માતાનું દુઃખ

એરપોર્ટ ઓથોરિટી અનુસાર, આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અહીંથી ઇમિગ્રેશન અને કસ્ટમ પાસેથી ક્લિયરન્સ બાદ પંજાબ પોલીસને સોંપવામાં આવશે. પરંતુ, ગુજરાતના ગાંધીનગરથી કથિત રૂપે ગેરકાયદે અમેરિકા જતા રહ્યા હતાં. ભારતીય નાગરિકોમાંથી એક માતાનું કહેવું છે કે, આ વિશે મને કંઈ જાણ નથી. હિબકે ચઢેલી માતાએ કહ્યું કે, મારો દીકરો તો કમાવા ગયો હતો. મારી વહૂ અને દીકરા અને પૌત્ર સિવાય મારા પરિવારમાં કોઈ નથી અને દીકરો એકલો જ કમાવનાર છે.  

આ પણ વાંચોઃ કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો

આ વૃદ્ધાએ કહ્યું કે, 'મારા દીકરા અને વહૂએ મને કંઈ જાણ નહતી કરી. મારા પરિવારમાં તો દીકરા, દીકરા અને પૌત્ર સિવાય કોઈ નથી. તેણે મારી સાથે ફોન પર પણ વાત નથી કરી. આ તમામ લોકો કહે છે કે, તે પરત આવી રહ્યો છે પરંતુ, મને કંઈ જ ખબર નથી.'

205 ભારતીયો પરત ફર્યાં

નોંધનીય છે કે, અમેરિકામાં ગેરકાયદે રીતે વસવાટ કરતા દુનિયાભરના લોકોને વતન પરત કરવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વાત કરી હતી. આ પછી તેમણે સત્તા ઉપર આવ્યા બાદ અમેરિકામાં દરોડા પડાવી સેંકડો ઘુસણખોરોને પકડવા શરૂ કરી વતન પરત કરવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે 205 ભારતીય ઘુસણખોરોને લઈ એક સૈન્ય વિમાન આજે ભારત આવ્યું હતું. 

આ પણ વાંચોઃ અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે

33 ગુજરાતીઓને પરત મોકલાયા

205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવ્યા છે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે. 


Google NewsGoogle News