ગુજરાતમાં વર્ચ્યુઅલ સિમ્યુલેટર લૉન્ચ કરાયું, પહેલીવાર મત આપનારા સંપૂર્ણ પ્રક્રિયાનો અનુભવ કરી શકશે
Virtual Simulation For First Time Voters: લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત રાજ્યમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મતદાન પ્રક્રિયા અંગેની સમજ આપવાના હેતુ સાથે ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ) પી ભારતીના સહયોગથી વર્ચ્યુઅલ સિમ્યુલેશન લોન્ચ થયું છે.
રાજ્યની સીઈઓની ઓફિસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પોર્ટલની મદદથી યુઝર (પ્રથમ વખત મતદાન કરનારા મતદારો) મેટાવર્સ- આધારિત વર્ચ્યુઅલી મતદાન અંગેની પ્રક્રિયા સમજી શકે છે. જેમાં મેટાવર્સ કેટેક્ટરની મદદથી મતદાન મથકની વર્ચ્યુઅલી મુલાકાત લઈ મતદાનનો વર્ચ્યુઅલી અનુભવ લઈ શકો છો.
આ રીતે માહિતી મેળવો
• સૌ પ્રથમ મતદારે learn2vote.ceogujaratgov.com વેબસાઈટ પર ક્લિક કરવાની રહેશે
• બાદમાં 3 જુદા-જુદા વર્ચ્યુઅલ કેરેક્ટરમાંથી એક કેરેક્ટરની પસંદગી કરી તમે તમારૂ નામ ટાઈપ કરી તમે મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલી ભાગ લઈ માહિતી મેળવી શકો છો.
• વર્ચ્યુઅલ કેરેક્ટરને મતદાન મથકમાં મત આપવા સુધીની તમામ પ્રક્રિયા તમે કિબોર્ડમાં અપ-ડાઉન-સાઈડ એરોની મદદથી કરી શકો છો.
• જેમાં આપવામાં આવેલા સૂચનોના આધારે તમે મતદાન કેવી રીતે થાય છે તેના વિશે જાણી શકો છો.