VIDEO: PM મોદી પહોંચ્યા વાપી, રોડ-શો દરમિયાન જનમેદની ઉમટી
PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
અમદાવાદ,તા.19 નવેમ્બર-2022, શનિવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રિઝવવા રોડ-શો, સભાઓ, બેઠકો કરી રહ્યા છે. તો વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ રાજ્યમાં જનસભાઓ કરી રહ્યા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી ગયા છે. તો આજે PM મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે, જોકે તે પહેલા વાપીમાં તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.
#WATCH | Prime Minister Narendra Modi holds roadshow in Vapi, to address a public meeting in Valsad shortly#Gujarat pic.twitter.com/0hKoTKJNOg
— ANI (@ANI) November 19, 2022
આ રોડ-શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ-શો દરમિયાન જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ પણ PM મોદીનો ભવ્યાતિભવ્ય આવકાર કર્યો હતો. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોડ-શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુજવામાં જંગી સભાને સંબોધશે.
PM મોદીના રોડ શો દરમિયાન આદિવાસી લોક નૃત્યોનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા નાના બાળકોથી લઈ તમામ ઉંમરના લોકો રોડ-શો દરમિયાન ઉમટી પડ્યા હતા.
PM નરેન્દ્ર મોદીનો 19મીથી 24મી નવેમ્બર સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ
19મી નવેમ્બર
- વાપીમાં રોડ શો
- વલસાડમાં સાંજે 7:30 વાગ્યે જનસભા
- વલસાડમાં રાત્રી રોકાણ
20મી નવેમ્બર-2022
- સોમનાથ જવાન રવાના થશે
- વેરાવળમાં રવિવારે સવારે 11 વાગ્યે જનસભા
- ધોરાજીમાં બપોરે 12:45 વાગ્યે જનસભા
- અમરેલીમાં બપોરે 2:30 વાગ્યે જનસભા
- બોટાદમાં સાંજે 6:15 વાગ્યે સભા
- રાત્રે ગાંધીનગર પરત ફરશે
- ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે
21મી નવેમ્બર-2022
- સુરેન્દ્રનગરમાં સોમવારે બપોરે 12 વાગ્યે જનસભા
- જંબુસરમાં બપોરે 2.00 વાગ્યે જનસભા
- નવસારીમાં સાંજે 4.00 વાગ્યે જનસભા
23મી નવેમ્બર-2022
- મહેસાણામાં જનસભા
- દાહોદમાં જનસભા
- વડોદરામાં જનસભા
- ભાવનગરમાં જનસભા
24મી નવેમ્બર-2022
- પાલનપુરમાં જનસભા
- દહેગામ જનસભા
- માતરમાં જનસભા
- અમદાવાદમાં જનસભા
ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં
ઉલ્લેખનિય છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળી લીધી છે. તો તાજેતરમાં જ ગુજરાત ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સભાઓ ગજવવા માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી હતી, ત્યારે મોટાભાગના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જનસભાઓને સંબોધી રહ્યા છે. તો કોગ્રેંસે પણ વિધાનસભાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી હતી.