Get The App

Gujarat Election Results LIVE : જુઓ કઈ બેઠક પર કોણ આગળ

એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપને મોટી જીત મળશે

Updated: Dec 8th, 2022


Google NewsGoogle News
Gujarat Election Results LIVE : જુઓ કઈ બેઠક પર કોણ આગળ 1 - image


અમદાવાદ,  તા. 8 ડિસેમ્બર 2022, ગુરૂવાર 

આજે તા. 8 ડિસેમ્બર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે.. ગુજરાતમાં આ વખતના ચૂંટણી જંગમાં ભારે રસાકસી જોવા મળે તેવી સ્થિતિ છે. બીજી તરફ એક્ઝિટ પોલમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. હાલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. ગુજરાતમાં મતગણતરી કેન્દ્રોની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 182 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે બહુમતીનો આંકડો 92 છે. આ વખતે ગુજરાતમાં 64.33 ટકા મતદાન થયું છે.

એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપને મોટી જીત મળશે 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું. જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAPમેદાનમાં  આવતા ત્રિકોણીયો જંગ બન્યો છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપને મોટી જીત મળશે તેવી ધારણા કરવામાં આવી છે. તો જુઓ અત્યારે કોણ ક્યા આગળ ચાલે છે. Gujarat Election Results LIVE : જુઓ કઈ બેઠક પર કોણ આગળ 2 - image


Google NewsGoogle News