કોંગ્રેસે વધુ 7 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, હજુ 73 બાકી
કોંગ્રેસે રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયાને ટિકિટ આપી
બોટાદથી મનહર પટેલ, મોરબીથી જયંતિ પટેલ ઉમેદવાર
અમદાવાદ,તા.13 નવેમ્બર-2022, રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, ગારિયાધાર, બોટાદનો સમાવેશ થાય છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચ યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 109 ઉમેદવારોની જાહેર કરવામાં આવી છે, એટલે કે હજુ 73 ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે.
કોંગ્રેસની પાંચમી યાદી
- ધ્રાંગધ્રા - છત્રસિંહ ગુંજારિયા
- મોરબી - જયંતિ પટેલ
- રાજકોટ પશ્ચિમ - મનસુખ કાલરિયા
- જામનગર ગ્રામ્ય - જીવન કુંભારવાડિયા
- ગારિયાધાર - દિવ્યેશ ચાવડા
- બોટાદ - મનહર પટેલ