Get The App

ગુજરાત ચૂંટણીમાં ઉમેદવારનું નામ RV155677820 : રસપ્રદ કિસ્સો જાણીને માથું ખંજવાળશો

જ્ઞાતિમુક્ત ચૂંટણી માટે ગાંધીનગર દક્ષિણમાંથી ઓટો ચાલકે ફોર્મ ભર્યું

અમદાવાદના રાજવીરે ગાંધીનગર દક્ષિણથી ઉમેદવારી ફોર્મ ભર્યું

Updated: Nov 18th, 2022


Google NewsGoogle News
ગુજરાત ચૂંટણીમાં ઉમેદવારનું નામ RV155677820 : રસપ્રદ કિસ્સો જાણીને માથું ખંજવાળશો 1 - image

અમદાવાદ,તા.18 નવેમ્બર-2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણની બેઠક માટે એક અનોખું નોમિનેશન સામે આવ્યું છે. અમદાવાદના રહેવાસી ઓટો ચાલક રાજવીરે ગાંધીનગર દક્ષિણ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રાજવીરે ફોર્મમાં પોતાનું RV155677820 દર્શાવ્યું છે. અગાઉ આ નામ મેળવવા માટે ઘણા ધક્કા ખાઈ ચુકેલો રાજવીર હવે રણ મેદાનમાં ઉતર્યો છે.

ચૂંટણીમાં જીતની ક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઈએ : રાજવીર

રાજવીરે કહ્યું કે, મેં ચૂંટણીને જ્ઞાતિમુક્ત કરવા માટે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જ્યારે રાજવીર નોમિનેશન માટે પહોંચ્યો ત્યારે ત્યાં હાજર લોકોની માંગ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. રાજવીરે કહ્યું કે, ચૂંટણીમાં જ્ઞાતિ અને સમુદાયને મહત્વ આપવાને બદલે જીતવાની ક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઈએ. રાજવીર જ્ઞાતિની ઓળખ તટસ્થ નામ માટે લડી રહ્યો છે.

નામ બદલવાની લડાઈ યથાવત્

અમદાવાદના ચાંદખેડામાં રહેતા રાજવીર મે-2015 સુધી પોતાને RV155677820 કહે છે. જાતિની માન્યતા દૂર કરવા માટે રાજવીરે અગાઉ અમદાવાદ અને રાજકોટ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ વર્ષ 2017માં તેમની બંને અરજીઓ ફગાવી દેવાઈ હતી. ત્યારબાદ રાજવીરે વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે અહીં કેસ હજુ સુધી પેન્ડિંગ છે. દરમિયાન હાલ રાજવીરે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. વર્ષ 2017માં ભાજપે આ સીટ જીતી હતી. ભાજપે 2022ની ચૂંટણીમાં આ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસે આ બેઠક પરથી ડો.હિમાંશુ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

રાજવીરને જાતિ-ધર્મમાં શ્રદ્ધા નથી

ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કરનાર રાજવીર પોતે નાસ્તિક છે. હવે તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં રાજવીરે પોતાની જાતિ, સમુદાય અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી. રાજવીરે કહ્યું કે, જો આ જાણકારી ન આપવા બદલ તેની ઉમેદવારી રદ કરાશે તો તે કોર્ટમાં જશે. રાજવીરે કહ્યું કે, ભાજપ માટે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા છે. ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેનો ઉપયોગ કરે છે. તો અગાઉ સત્તામાં આવવા માટે કોંગ્રેસ જાતિનું રાજકારણ રમતી હતી. જે આપણા બંધારણ અને ધર્મનિરપેક્ષ દેશની વિરુદ્ધનું છે. રાજવીરે કહ્યું કે, હું એવો સમાજ બનાવવા ઈચ્છું છું જ્યાં જાતિ અને ધર્મનું મહત્વ ન હોય. લોકશાહીમાં લોકો યોગ્યતાના આધારે ઉમેદવારોની પસંદગી કરે છે. રાજવીરે તેના નવા નામમાં શાળાનો એનરોલમેન્ટ નંબર જોડ્યો છે. હું ચૂંટણી લડીને મારું નામ બદલવા ઈચ્છું છું.


Google NewsGoogle News