Get The App

NCPએ રસ્તો દેખાડ્યો તો કાંધલ જાડેજાએ મોટો દાવ રમ્યો, જુઓ કઈ પાર્ટીમાં જોડાયા, જીતવું એકમાત્ર લક્ષ્ય

ગુજરાતના કુતિયાણા વિધાનસભા બેઠક પર ડૉનનો પુત્ર ફરી બાજી મારશે ?

સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી કુતિયાણામાં ચૂંટણી લડી રહ્યો છે કાંધણ જાડેજા

Updated: Nov 16th, 2022


Google News
Google News
NCPએ રસ્તો દેખાડ્યો તો કાંધલ જાડેજાએ મોટો દાવ રમ્યો, જુઓ કઈ પાર્ટીમાં જોડાયા, જીતવું એકમાત્ર લક્ષ્ય 1 - image

અમદાવાદ,તા.16 નવેમ્બર-2022, બુધવાર

1999માં વિનય શુક્લા દ્વારા બનાવેલી ફિલ્મ ‘ગૉડમધર’ આવી હતી. આ ફિલ્મમાં શબાના આઝમી કાઠિયાવાડની લેડી ડૉનની ભૂમિકામાં જોવા મળી હતી. તે લેડી ડૉનનું નામ સંતોષબેન સરમનભાઈ જાડેજા હતું. આ લેડી ડૉનની ગાંધીજીના જન્મસ્થળની આસપાસના વિસ્તારોમાં ઘણી બોલબાલા હતી. ફૂલન દેવીની જેમ ગરીબોની મસીબાની ધબી ધરાવતી સંતોકબેન 1990માં પોરબંદરની કુતિયાણા બેઠક પરથી વિધાનસભા સુધી પહોંચી હતી.

લેડી ડૉન પર 500થી વધુ કેસ

પોલીસ રેકોર્ડ મુજબ લેડી ડૉન પર પોતાના પતિના 14 હત્યારાઓની ટપકાવવા ઉપરાંત 500થી વધુ ક્રિમિનલ કેસ હતા. સંતોકબેન બાદ કાંધલ જાડેજા તેમની માતાની રાજકીય વિરાસતને આગળ વધારી રહ્યા છે. કાંધલ જાડેજા કોઈ પણ પાર્ટીથી લડે, તેમને કોઈ ફર્ક પડતો નથી. પરિણામ તો માત્ર એ જ આવશે, કાંધલ જાડેજાની જીત... 

કાંધલે ભાજપે ટિકિટ ન આપી તો સપામાંથી ટિકિટ મેળવી

2017માં એનસીપીની ટિકિટ પર જીત્યા. આ વખતે શરદ પવારને પૂછ્યા વગર ઉમેદવારી પત્ર ભર્યું તો પક્ષ નારાજ થઈ ગયો. કાંધલ જાડેજાએ 2017માં અહમદ પટેલ વિરૂદ્ધ ભાજપ તરફી વોટ કર્યું હતું, ત્યારથી નરાજગી છે. જોકે આ વખતે પક્ષે છેલ્લી ઘડીએ ટિકિટ ન આપી તો કાંધલ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા. જો સૌરાષ્ટ્રના પોરબંદરમાંથી કોઈપણ બેઠક પરથી સમાજવાદી પાર્ટી ચૂંટણી લડે તો તે પરથી કહી શકાય કે, કાંધલ માટે પક્ષ કેટલનું મહત્વ ધરાવે છે. આ વખતે કાંધલ જાડેજાનો મુકાબલો કોંગ્રેસના નાથભાઈ ભૂરાભાઈ અને આમ આદમી પાર્ટીના ભીમાભાઈ મકવાણા સામે થશે. તો પોરબંદર સીટ પર ભાજપના બાબુભાઈ બોખીરિયા, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને આમ આદમી પાર્ટી તરફથી જીવન જુંગી કિસ્મત અજમાવશે.

જ્ઞાતિ સમિકરણ

પોરબંદરમાં પોરબંદર અને કુતિયાણા બે વિધાનસભા બેઠક છે. પોરબંદર બેઠક પરથી ભાજપ તરફથી બાબુભાઈ બોખિરિયા, કોંગ્રેસ તરફથી અર્જૂન મોઢવાડિયા, આપ તરફથી જીવન જુંગીને ટિકિટ અપાઈ છે તો કુતિયાણા બેક પરથી ભાજપ તરફથી ઢેલીબેન માધાભાઈ ઓડેદરા, કોંગ્રેસ તરફથી નાથાભાઈ ભરતભાઈ ઓડેદરા અને આપ તરફથી ભીમાભાઈ દાનાભાઈ મકવાણાને ટિકિટ મળી છે. આમ તો સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ સમિકરણ છે. પોરબંદરમાં મેહર, ખારવા, બ્રહ્મ તેમજ લોહાના (કારોબારી સમાજ) જ્ઞાતિનું વર્ચસ્વ છે. જોકે અહીં મેહર સમાજનો દબદબો જોવા મળે છે.

Tags :