ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યમાં નવી 68 માધ્યમિક સ્કૂલોને આપી મંજૂરી, 234 અરજી મળી હતી
શાળાઓની મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે
ગુજરાત શિક્ષણ બોર્ડે 166 અરજીને નામંજૂર કરી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગઈકાલે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવા માટેની 68 અરજીઓને મંજૂરી આપી છે. બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ માટે નવી શાળાઓની બનાવવા માટે અરજીઓ આમંત્રિત કરી હતી જેમા બોર્ડને 234 અરજીઓ મળી હતી. રાજ્યમાં દર વર્ષે નવી ખાનગી સકૂલો શરુ થાય છે.
બોર્ડે 166 અરજીઓને નામંજૂર કરી હતી
રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓની મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ પાસે 2023-24 શૈક્ષણિક વર્ષ માટે આવેલી 234 અરજીમાંથી 68 અરજીઓને માન્ય રાખવામાં આવી છે. જ્યારે 166 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. નવી ખાનગી માધ્યમિક સ્કૂલો માટે વિવિધ ટ્રસ્ટો દ્વારા અરજી કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં બોર્ડ બંને માધ્યમો માટે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મંજૂર કરાયેલ અરજીઓની જાહેરાત કરશે. બોર્ડે નવી શાળાઓને મંજૂરી આપવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને નવા નિયમો હેઠળ મેનેજમેન્ટે દર્શાવવું પડશે કે તેની પાસે રમતના મેદાન માટે પૂરતી જમીન છે અને શાળાના તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.