ગાંધીનું ગુજરાત 'ડ્રાય સ્ટેટ' નથી રહ્યું! સુરતમાં પણ ઝૂમ બરાબર ઝૂમ શરાબી, ડાયમંડ બુર્સમાં થશે 'ચિયર્સ'
Demand for Liquor Permit in Surat Diamond Bourse: સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યુ છે, તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે, દેશવિદેશના હીરાના વેપારીઓને આકર્ષી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપી શકે છે.
સરકાર ખુદ ગુજરાતમાંથી દારૂ બંધી હળવી કરવાના મૂડમાં!
ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે. જે રીતે ખુદ સરકાર જ દારૂ બંધીના નિયમો હળવા કરવા મૂડમાં છે તે જોતાં કહી શકાય છે કે, હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ રહ્યુ નથી.
35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોર્જેક્ટ છે. વર્ષ 2023 કરાયેલાં ઉદઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી. કુલ 4500 ઓફિસો હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી. ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો-રોકાણકારોને આકર્ષવા માટે દારૂ બંધીની છૂટ અપાઈ હતી. ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી. ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે.
આ પણ વાંચો: 'ગુજરાતમાં ભાજપની કેવી દશા તે જગજાહેર...' સરકાર પર સવાલ ઊઠાવતાં પૂર્વ ધારાસભ્યએ રોષ ઠાલવ્યો
ગિફ્ટ સિટીની જેમ જ દારૂ પીવાની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, જો ડાયમંડ બુર્સની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા કરશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારીઓ આદરી છે. એવી ચર્ચા છેકે, ખુદ સરકાર જ વેપાર, ઉદ્યોગના બહાને ગુજરાતમાંથી દારૂબંધીને વધુને વધુ હળવી કરવાના મતમાં છે. જો આ જ સ્થિતી રહી તો, દારૂ પીવા માઉન્ટ આબુ, ગોવા કે રાજસ્થાન જવાની જરુર નહીં પડે. બધુ ગુજરાતમાં મળી રહેશે.
નજીકના દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દારૂની છોળો ઉડશે
સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમો હળવા કરશે. જેથી ગુજરાતમાં સરકાર સામે હંગામો થાય નહીં. ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીવાની છૂટ આપવા તૈયારીઓ થઇ રહી છે. એવુ જાણવા મળ્યુ છે કે, પ્રવાસનના નામે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દારૂ પીવાની છૂટ આપશે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશવિદેશથી હજારો પ્રવાસિયો આવે છે ત્યારે પ્રવાસનને વેગ મળે તે માટે દારૂ બંધી હળવી કરવી જરૂરી છે.