Get The App

ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળાં... ડીસામાં જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયું

Updated: Apr 6th, 2025


Google News
Google News
ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળાં... ડીસામાં જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયું 1 - image


Deesa Illegal Firecracker Factory: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં મોતનો આંકડો 22 સુધી પહોંચ્યો છે. ત્યારે વહીવટી તંત્રની ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ડીસામાં તપાસ હાથ ધરવામાં આવતા વઘુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. જેમાં ગોડાઉનમાંથી લાઇસન્સ વિના સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવતા ગેરકાયદે સંગ્રહ કરાયેલો જથ્થો જપ્ત કરી વઘુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોડાઉનમાંથી લાઇસન્સ વિના સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો

ડીસાના ફટાકડા ગોડાઉન બ્લાસ્ટમાં 21 લોકોના મોત મામલે આરોપીઓ ખૂબચંદ સિંધી અને તેમના પુત્રની સાપરાધ મનુષ્યવધ તેમજ અન્ય ગુનામાં FIR બાદ ધરપકડ કરવામાં આવી હતી, જે ગુનામાં 10 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીઓના 11 એપ્રિલ 2025ના બપોરના 11:30 કલાક સુધીના જામીન મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધા હતાં. 

આ પણ વાંચોઃ મોરબીમાં SOGએ હથિયારી લાઈસન્સના રેકેટનું ભાંડાફોડ કર્યું, 8 લોકોની ગેંગ ઝડપાઈ

રાજ્યની બહાર હાથ ધરાઈ તપાસ

પોલીસ દ્વારા રાજ્ય બહાર પણ આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી આરોપી બ્લાસ્ટનું કારણ બનેલું રસાયણ ક્યાંથી લાવ્યા હતાં? આરોપી કેટલાં સમયથી ગેરકાયદે વ્યવસાય કરતા હતા? અન્ય સહમતદારોની ભૂમિકામાં કોણ-કોણ છે? જેવા સવાલોના જવાબ મળી શકે. 

આ ઘટનામાં મૃત્યુઆંક 22 સુધી પહોંચ્યો છે. ત્યારે ડીસાના સ્થાનિક વહીવટી તંત્રની ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસામાં મામલતદાર અને નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં છ જેટલી જગ્યાએ તપાસ કરવામં આવી હતી. આ તપાસ દરમિયાન લાટી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું હતું. ડીસા પાલિકા દ્વારા જણાવ્યા મુજબ, આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે, જે લાઇસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદે રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યાં હતા. તંત્રએ ગેરકાયદે સંગ્રહ કરાયેલો ફટાકડાનો જથ્થો જપ્ત કરી વઘુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ?

અમદાવાદ સિવિલમાં વઘુ એક શ્રમિકે દમ તોડ્યો: મૃત્યુઆંક 22એ પહોંચ્યો

ડીસામાં વર્ષોથી ગેરકાયદે રીતે ધમધમી રહેલી ફટાકડા બનાવતી ફેકટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 21 શ્રમજીવીઓએ ઘટનાસ્થળે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયારે ત્રણ મજૂરોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદ સિવિલમાં ગંભીર હાલતમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા વઘુ એક શ્રમિકે અંતે દમ તોડી દેતાં સર્જાયેલી કરૂણાતિંકામાં કુલ મૃત્યુઆંક 22 થયો છે.  જ્યારે કાટમાળમાંથી જે માનવ અંગો મળ્યા હતા તેનો ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ 2 મૃતદેહની ઓળખ થઈ છે.


Tags :