VIDEO : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા, હનુમાનગઢી અને રામલલાના કર્યા દર્શન
CMએ ગુજરાત ભવન માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનું નિરક્ષણ કર્યું
ભૂપેન્દ્ર પટેલની સાથે ઉત્તર પ્રદેશ સરકારના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી પણ હાજર રહ્યા હતા
Bhupendra Patel in Ayodhya : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા છે જ્યાં તેમણે હનુમાનગઢીના અને રામલલ્લાના દર્શન કર્યા હતા.આ ઉપરાંત તેમણે ગુજરાત ભવન બનાવવા માટે ફાળવવામાં આવેલી જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામનગરી અયોધ્યા પહોંચ્યા
અયોધ્યા ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે અને રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ થનાર છે ત્યારે દેશભરના VIPની અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસ પહેલા રામનગરી અયોધ્યા પહોંચ્યા છે જ્યાં તેમણે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કર્યા ત્યારબાદ તેઓએ રામલલ્લાના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.
CMએ ગુજરાત ભવન માટે ફાળવવામાં આવેલી જમીનનું નિરક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યા બાદ શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનું નિરક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સીએમ દ્વારા અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઓફિસનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધા મુંબઈ જશે અને મુંબઈ એરપોર્ટથી તેઓ જાપાન જવા માટે રવાના થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ઉત્તર પ્રદેશ સરકારના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી પણ હાજર હતા.