ભૂપેન્દ્ર પટેલ રજા પર વિદેશ જવાના છે તે વાત ખોટી, હર્ષ સંઘવીએ કહ્યું- અફવા ફેલાવનારા સામે તપાસ શરૂ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ભૂપેન્દ્ર પટેલ રજા પર વિદેશ જવાના છે તે વાત ખોટી, હર્ષ સંઘવીએ કહ્યું- અફવા ફેલાવનારા સામે તપાસ શરૂ 1 - image


Gujarat News : ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પુત્રની સારવાર માટે વિદેશ જવાના અહેવાલો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ચગ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગુસ્સે ભરાયા છે અને તેમણે આ બાબતે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રજા ઉપર વિદેશ જવાના હોવાની વાત બિલકુલ અફવા છે અને અફવા ફેલાવનાર સામે તપાસ શરૂ કરી દેવાઈ છે.

અફવા ફેલાવનાર સામે કરાશે કાર્યવાહી : હર્ષ સંઘવી

તેમણે સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કહ્યું કે, આવી અફવાઓ કોણ ફેલાવે છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યાંય વિદેશ જવાના નથી. આ હાથ-માથા વગરની અફવા છે. તેમણે ગુસ્સે ભરેલા અંદાજમાં ચેતવણી સાથે કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને જેણે આ અફવા ફેલાવી છે તેને નોટિસ પણ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ સોમ-મંગળ બે દિવસ પોલીસ મથકના વડા સાંભળશે નાગરિકોની રજૂઆત

સોશિયલ મીડિયા પર CM વિદેશ જવાના હોવાની અફવા ફેલાઈ હતી

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે દિવસથી વાત ફેલાઈ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પુત્રની સારવાર કરાવવા માટે અમેરિકા જવાના છે અને તેમણે આ માટે વડાપ્રધાન મોદી સાથે વાત પણ કરી છે. આ દરમિયાન એવી પણ ચર્ચા સામે આવી હતી કે, મુખ્યમંત્રી રજા પર ઉતરે તો મુખ્યમંત્રી પદનો ચાર્જ કોને સોંપવામાં આવશે, ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી સાથે ખુલાસો કરવો પડ્યો છે કે, આ વાતો માત્ર અફવા છે.

પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ (Anuj Patel)ને ગત વર્ષે એપ્રિલ મહિનામાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમની મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે તેમનીની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.

આ પણ વાંચો : 850 બસ ઓનરોડ મુકાઈ હતી, Gmdc ના કાર્યક્રમ માટે 750 બસ જયારે લોકો માટે માત્ર 100 બસ ફાળવાઈ


Google NewsGoogle News