આજે નાણાંમંત્રી કનુભાઇ પટેલ બજેટ રજૂ કરશે, વર્ષ 2025-26નું 372 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ
Gujarat Budget 2025-26 : વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુરુવારે એટલે કે આજે નાણામંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરશે. આ ઉપરાંત ગત વર્ષ કરતાં વર્ષ 2025-26નું બજેટ 10 ટકા વધુ રહેશે. આ વર્ષે રૂ.3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.
બુધવારે રાજયપાલના સંબોધનથી વિધાનસભાના બજેટસત્રનો આરંભ થયો હતો. ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સ્વ.પૂર્વ મુખ્યમંત્રી ડો.મનમોહનસિંહ, ધારાસભ્ય કરસન સોલંકી, શંભુજી ઠાકોરને શોકાંજલિ પાઠવવામાં આવી હતી.
આજે વિધાનસભામાં પ્રશ્નોતરી પછી બજેટ રજૂ થશે. નોંધનીય છે કે, ગત વખતે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ હતું.આ વખતે બજેટની રકમમાં વધારો થઇ શકે છે. બજેટમાં નવી યોજના જ નહીં, નવી જાહેરાત થઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટ અથવા તો હાલ જે સરકારી યોજનાથી લોકોને ફાયદો પહોંચ્યો છે, તેમાં નાણાંકીય વધારો થશે તેમ છે.
આ ઉપરાંત જે નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે રૂપાંતરિત મહાનગરપાલિકા માટે પણ નવી યોજના અને વધુ નાણાકીય જોગવાઈ જાહેર થાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ રાજ્યની જનતાને ફાયદો કરાશે કે કેમ તે અંગે લોકોની બજેટ પર નજર મંડાઇ છે.
ગુજરાતમાં વિધાનસભા પછી પાલિકા પંચાયતની ચૂંટણીમાં લોકોએ ખોબલે ખોબલે મતો આપ્યાં છે ત્યારે ખેડૂતી, મહિલા, યુવાઓને લાભ થાય તે દિશામાં પણ ગુજરાત સરકાર પહેલ કરે તેમ લાગી રહ્યું છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની ડાંગર ભંટી-બબલી ખાઈ ગયા, નેતાજીના પત્નિ ઇનોવા કાર ક્યાંથી લાવ્યા એની તપાસ કરાવો, નેતાજીની દાદાગીરી બંધ કરાવો જોકે વિરોષ પ્રદર્શન કરતાં ખેડૂતોની અટકાયત કરી વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં.
આ તરફ, વિધાનસભાના પ્રાંગણમાં સત્રનો પ્રારંભ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ હથકડી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, અમેરિકાથી પરત ફરેલાં ગુજરાતીઓને હાથમાં હાથકડી પહેરાવી અપમાન કરાયુ છે. ટ્રમ્પ સરકાર ગુજરાતીઓ સાથે બેહુદુ વર્તન કરી રહી છે તેમ છતાંય ગુજરાત સરકાર મોન પારણ કરીને બેઠી છે. દેશની તિજોરીના પૈસે ટ્રમ્પ માટે વોટ માંગ્યા પણ બદલામાં ગુજરાતીઓને સ્વમાનની ચોટ કરવામાં આવી છે.
હાઉડી અને નમસ્તેના નામે ઘણી બધી ભાટાઈ કરવામાં આવી હતી. છતાં પણ ગુજરાતીઓની આબરૂ લજવવામાં આવી છે. ગુજરાતમાં આજે રોજગારી નથી પરિણામે યુવાઓ રોજીરોટી મેળવવા લાખો કરોડો ખર્ચીને અમેરિકા જાય છે. ત્યાં ગયા પછી યુવાઓના સપના પુરા થતા નથી. અમેરિકા ગુજરાતીઓ સાથે અવળચંડાઈ કરી રહ્યું છે તેમ છતાંય ગુજરાત કે કેન્દ્ર સરકાર એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.