ગુજરાત બજેટમાં સૌ પ્રથમ વખત બજેટ પોથી 'ખાટલી ભરતકામ'થી ગૂંથવામાં આવી
સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું
ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે ગુજરાતની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ: જીતુભાઈ ચૌધરી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી વખત બજેટ રજૂ કર્યું હતુ. આ વખતે બજેટની બજેટ પોથીમાં ઘણી વિશેષતાઓ જોવા મળી હતી. જેમ કે, હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત ગુજરાત બજેટની બજેટપોથીને ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે.
ગુજરાત બજેટપોથીની જોવા મળી અવનવી વિશેષતાઓ
ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
બજેટની વિશેષતાને લઇ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે ગુજરાતની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ' છે.