Get The App

બોટાદમાં 'બેંગ્લુરુ' જેવી ઘટના, પત્નીથી કંટાળી યુવકનો આપઘાત, વીડિયો બનાવી કહ્યું- એને પાઠ ભણાવજો

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
બોટાદમાં 'બેંગ્લુરુ' જેવી ઘટના, પત્નીથી કંટાળી યુવકનો આપઘાત, વીડિયો બનાવી કહ્યું- એને પાઠ ભણાવજો 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gujarat News: ગુજરાતના બોટાદમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શખસે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને પરિવારજનોને તેને પાઠ ભણાવવાની વિનંતી કરી છે. ગુજરાત પોલીસે શખસની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બેંગલુરૂમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ દેશના અલગ-અલગ વિસ્તારમાંથી આવા કેસ સામે આવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ પારદર્શી વહીવટીની ગુલબાંગ છતાં 10 વર્ષમાં AMCમાં રસીદકાંડથી લઈને ભરતીકાંડ સુધીનો સિલસિલો

આત્મહત્યા પહેલાં બનાવ્યો વીડિયો

ગુજરાતના બોટાદમાં ઝમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું. પતિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મે અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી દીધો હતો.

આ પણ વાંચોઃ ગિફ્ટ સિટીમાં ભૂકંપના આંચકા મોકડ્રિલથી કર્મચારીઓમાં દોડાદોડ

પરિવારજનોએ નોંધાવી FIR

આત્મહત્યા બાદ સુરેશના પરિવારજનોને તેના ફોનમાંથી આ વીડિયો મળ્યો. સુરેશના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં તેણે પોતાની વહુ પર દીકરાને માનસિક રૂપે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારે ફરિયાદમાં નોંધાવ્યું કે, વહુ વારંવાર દીકરા સાથે ઝઘડો કરતી હતી અને પિયરે જતી રહેતી હતી. સુરેશ સાસરે પત્નીને મનાવવા માટે ગયો હતો, પરંતુ તેણે પરત આવવાનો ઈનકાર કરી દીધો. જેનાથી નિરાશ થઈ સુરેશે ઘરે આવી ગળે ફાંસો ખાધો.


Google NewsGoogle News