Get The App

ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સામાન્ય પ્રવાહની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સામાન્ય પ્રવાહની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે 1 - image


10th and 12th  Exam: CBSE દ્વારા જે રીતે ધો.10 અને 12માં બે વાર બોર્ડ પરીક્ષા લાગુ કરવામાં આવી છે, તે જ રીતે ગુજરાત બોર્ડે પણ ગત વર્ષથી બે વાર બોર્ડ પરીક્ષાની પેટર્ન સાથે બેસ્ટ ઑફ ટુની સ્કીમ લાગુ કરી છે. જો કે ગત વર્ષે માર્ચમાં ધો.12 સાયન્સની મુખ્ય પરીક્ષા બાદ જૂનમાં બીજીવારની બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. પરંતુ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ માટે તમામ વિષયોની બીજીવાર બોર્ડ પરીક્ષા-પૂરક પરીક્ષા લેવાઈ ન હતી. હવે ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે આગામી 2025માં બોર્ડ દ્વારા ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયો માટે  પૂરક પરીક્ષા લેવાશે.

જો વિદ્યાર્થીએ ફેબ્રુઆરી-માર્ચની મુખ્ય પરીક્ષા આપી હશે  તો જ પૂરક પરીક્ષામાં પરિણામ સુધારવા બેસી શકશે 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આગામી મુખ્ય બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાયા બાદ જૂનમાં ધો.12 સાયન્સ સાથે ધો.10 અને સામાન્ય પ્રવાહ માટે બીજીવાર બોર્ડ પરીક્ષા એટલે કે તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે. ગત વર્ષે ધો.12 સાયન્સમાં બેસ્ટ ઑફ ટુની સ્કીમ લાગુ કરાયા બાદ હવે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં બેસ્ટ ઑફ ટુની સ્કીમ મુજબ વિદ્યાર્થીને પૂરક પરીક્ષામાં પરિણામ સુધારવાની તક મળશે. 

આ પણ વાંચો: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને દબોચી લીધો, ગુજરાત છોડીને ભાગવાની ફીરાકમાં હતો

શિક્ષણ વિભાગ દ્વારા આ માટે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ પરીક્ષા પ્રમાણપત્ર વિનિયમ 2005માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ એવી જોગવાઈ હતી કે માત્ર માર્ચમાં જ પરીક્ષા લેવી પરંતુ બોર્ડે આ જોગવાઈ સુધારીને હવે કોઈ પણ માસમાં એટલે કે બોર્ડ નક્કી કરે તે માસમાં લેવાશે. નક્કી કરેલા કેન્દ્રોની જણ સ્કૂલોને જે તે જાન્યુઆરીમાં માસમાં કરવામાં આવશે. 

નવી જોગવાઈ મુજબ ધો.10 અને ધો.12ના તમામ પ્રવાહના ઉમેદવારોને પૂરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની અને પરિણામ સુધારવાની તક મળશે. વિદ્યાર્થીના મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ એટલે માર્કસ વધારે હશે તેને જ ઘ્યાને લેવાશે.

ખાસ સંજોગોમાં કોઈ પણ સમયે અને કોઈ પણ પરીક્ષા કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિને રહેશે અને વિશેષ સંજોગમાં બોર્ડના અઘ્યક્ષ નિર્ણય લઈ શકશે જેની જાણ પરીક્ષા સમિતિને કરશે. જો કે બોર્ડના નિયમો મુજબ પૃથ્થક ઉમેદવાર જે વર્ષની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત હોય અને પૂરક પરીક્ષાની જોગવાઈ મુજબ પૂરક પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવતા હશે તો જ તે વર્ષની પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે અન્ય સામાન્ય ઉમેદવારો જે તે વર્ષની મુખ્ય એટલે કે ફેબ્રુઆરી-માર્ચની પરીક્ષામાં નોંધાયેલ હશે તો જ પૂરક પરીક્ષા એટલે કે જૂનની બીજી વારની બોર્ડ પરીક્ષા આપી શકશે. જો વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષાનું ફોર્મ નહીં ભર્યુ હોય તો તે પૂરક પરીક્ષા આપી નહીં શકે.



Google NewsGoogle News