ગુજરાત બોર્ડના ધોરણ-12 રિઝલ્ટમાં એ-1 ગ્રેડમાં સુરત રાજ્યમાં અવ્વલ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
ગુજરાત બોર્ડના ધોરણ-12 રિઝલ્ટમાં એ-1 ગ્રેડમાં સુરત રાજ્યમાં અવ્વલ 1 - image


- સુરત કેન્દ્રનું સાયન્સનું 85.56 ટકા રિઝલ્ટ, એ-1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી : કોમર્સનું 93.38 ટકા રિઝલ્ટ, 1703 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ

- સાયન્સમાં વરાછા કેન્દ્રનું સૌથી વધુ 93.83 ટકા, સૌથી ઓછું કીમ કેન્દ્રનું 70.78 ટકા પરિણામ

- સામાન્ય પ્રવાહમાં સરભોણ કેન્દ્રનું સૌથીવધુ 99.08 ટકા અને સૌથી ઓછું કીમનું 83.80 ટકા પરિણામ

        સુરત

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ ૧૨ બોર્ડના પરિણામમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહ બન્નેમાં એ-૧ ગ્રેડમાં રાજયભરમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે. ધોરણ ૧૨ સાયન્સનું સુરત કેન્દ્વનું ૮૫.૫૬ ટકા અને રાજયમાં સૌથી વધુ ૩૨૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા છે. તો ધોરણ ૧૨ કોર્મસનું ૯૩.૩૮ ટકા અને રેકોડબ્રેક ૧૭૦૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે સુરત જિલ્લો રાજયમાં બન્નેમાં અવ્વલ નંબરે આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ.

કોરોનાકાળ બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા બન્ને પરિણામમાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, વાલી, શાળા સંચાલકોને પણ ખુશ કરી દીધા હોઇ તેવુ પરિણામ જાહેર થયુ છે. માર્ચ-૨૦૨૪ માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં સુરત  કેન્દ્રમાંથી કુલ ૧૫૮૯૦ વિદ્યાર્થીઓમાંથી ૧૫૮૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજના પરિણામમાં સુરત કેન્દ્વનું ૮૫.૫૬ ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે ૩૨૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ હાંસિલ કર્યો હતો. જે રાજયમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓમાં ફસ્ટ નંબરે છે.ગત ૨૦૨૩ માં સાયન્સમાં ફકત ૧૬ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડ લાવ્યા હતા. સાયન્સમાં ૯૩.૮૩ ટકા પરિણામ સાથે વરાછા કેન્દ્ર ફસ્ટ આવ્યુ છે. જયારે સૌથી ઓછુ પરિણામ કીમ કેન્દ્રનું ૭૦.૭૮ ટકા આવ્યુ છે.

જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૨૩૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થતા સુરત કેન્દ્વનું ૯૩.૩૮ ટકા આવ્યુ હતુ. જેમાં ૧૭૦૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થયા હતા. જે એક રેકોડ થયો છે. ગત ૨૦૨૩ ની પરીક્ષામાં ૬૦૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા હતા. સુરત કેન્દ્વના પરિણામ જોઇએ તો સરભોળ કેન્દ્વનું સૌથી વધુ ૯૯.૦૮ ટકા આવ્યુ છે. જયારે સૌથી ઓછુ કીમનું ૮૩.૮૦ આવ્યુ છે.

ગુજરાત બોર્ડના ધોરણ-12 રિઝલ્ટમાં એ-1 ગ્રેડમાં સુરત રાજ્યમાં અવ્વલ 2 - image

વરાછાની આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના સાયન્સમાં ૧૦૦ અને સામાન્ય પ્રવાહમાં ૩૨૭ મળીને ૪૨૭ વિદ્યાર્થીઓ એ-૧ રેન્ક લાવ્યા છે. યોગી પ્રવૃતિ સ્કુલના સા.પ્રવાહના ચાર અને વિજ્ઞાાન પ્રવાહના ૨૪ મળીને ૨૮, પાલનપુર પાટીયાની સંસ્કાર ભારતી સ્કુલના સાયન્સના ૩૦ અને સામાન્ય પ્રવાહના ત્રણ મળીને ૩૩, મૌની ઇન્ટરનેશનલ સ્કુલના બન્ને પ્રવાહ મળીને ૭૯, તપોવન વિદ્યાલયના સા.પ્રના ૭૦, વશિષ્ઠ વિદ્યાલયના સા,પ્રવાહમાં ૧૩ અને સાયન્સમાં ચાર મળીને ૧૭ વિદ્યાર્થીઓ, સંસ્કાર દીપ સ્કુલના ૩૧, ભુલકા વિહાર સ્કુલના ૩૪, જે.બી કાર્પ વિદ્યાસંકુલમાં ૭૭, અસ્પાયર  પબ્લીક સ્કુલના બન્ને પ્રવાહ મળીને  ૧૫, નોબલ પબ્લિક સ્કુલના સામાન્ય પ્રવાહના પાંચ વિદ્યાર્થીઓ, કૌશલ વિદ્યાભવનના સાયન્સમાં ૧૫,લતાદેવી ભગવાનદાસ કોન્ટ્રાકટર સ્કુલના સા.પ્રના એ-૧ માં ૨૩,નાના વરાછાની ભગવતી વિદ્યાલયના સા.પ્રવાહના ૧૧સરદાર પટેલ સ્કુલમાં બે, એલ.એચ, બોધરા સ્કુલમાં પાંચ, લવાછા સ્કુલના નવ વિદ્યાર્થીઓવી.એન.ગોધાણી સ્કુલના ૩૮, પુણાની એલ.પી.ડી સ્કુલના ૪૨ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થયા છે. 


Google NewsGoogle News