Get The App

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા

ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા 1 - image
Image : pixabay

Gujarat Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. 

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા 2 - image

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામા આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી તા.26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે.

SSC બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા 3 - image

HSC બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા 4 - image

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા 5 - image


Google NewsGoogle News