VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

છેલ્લા 12 કલાકમાં જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર, ભાવનગર શહેરમાં સિઝનનો વરસાદ 50 ટકાથી વધારે

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 1 - image


Bhavnagar Rain : આદ્રા નક્ષત્રમાં ગોહિલવાડ પર મેઘરાજા મન મુકીને વરસ્યા નહોતા પરંતુ મઘા નક્ષત્રમાં ભાવનગર પર મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં હોય તેમ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અને શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 2 - image

ખેતી પાકોને નવું જીવનદાન મળ્યું

ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રિ સુધી ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે ચાર કલાકથી બપોરે ચાર કલાક સુધીના છેલ્લા 12 કલાકમાં જિલ્લાના 10 તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે ચાર કલાકથી બોપોરે ચાર કલાક સુધીમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાત્રિ બાદ આજે સવારે પણ વરસાદ શરૂ રહેતા શહેરના કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 3 - image

30થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાયો

શહેરમાં થોડાં-થોડાં સમયના અંતરે શ્રાવણી સરવડાં વરસી રહ્યાં છે. તેમજ બપોર બાદ 30થી 35 કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આવતીકાલે આઠમ હોવાથી બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે અનેક મુસાફરો હેરાન થયાં હતા.

VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 4 - image

છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસ વરસાદી માહોલ રહેતા સિઝનનો કુલ વરસાદ 50 ટકાથી વધારે થઈ ગયો છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં 79 મિ.મી. એટલે કે ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. શહેર ઉપરાંત જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, મહુવા અને જેસર પંથકમાં પણ આજે વહેલી સવારથી બપોર દરમિયાન વરસાદી માહોલ રહેતા ખેતીના પાકોને નવું જીવન મળ્યું હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 5 - image

'રેડ એલર્ટ' વચ્ચે ભાવનગરમાં એનડીઆરએફની એક પણ ટીમ નથી

હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. રેડ એલર્ટ અને ભારે વરસાદની પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે. ચોમાસાની શરૃઆતમાં ભાવનગરમાં એનડીઆરએફની એક ટીમ આવી હતી પરંતુ ખાસ વરસાદ નહી વરસતા ટીમ પરત ચાલી ગઈ હતી. હાલની સ્થિતિએ ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે જનતા રામ ભરોસે હોય તેમ હેડક્વાટરમાં એક પણ એનડીઆરએફની ટીમ તૈનાત નહીં હોવાનું જાણવા મળ્યું છે.

VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 6 - image


VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર 7 - image


આ પણ વાંચો : રાજકોટમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ બેટમાં ફેરવાયા, સાતમ-આઠમના મેળાની મજા બગડી

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર


Google NewsGoogle News