Get The App

બનાસકાંઠામાં પોલીસે રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટનો મેમો! કુલ 12 હજારનો દંડ ભર્યો

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
બનાસકાંઠામાં પોલીસે રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટનો મેમો! કુલ 12 હજારનો દંડ ભર્યો 1 - image


Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક પોલીસની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં ડીસા ટ્રાફિક પોલીસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતાં એક રિક્ષાચાલકને હેલ્મેટ ન પહેર્યાનો મેમો ફટકાર્યો છે. જોકે, હાલ આ મેમોના કારણે ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.

બનાસકાંઠામાં પોલીસે રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટનો મેમો! કુલ 12 હજારનો દંડ ભર્યો 2 - image

આ પણ વાંચોઃ વડોદરાની વિશ્વામિત્રીમાં વધુ એક મહાકાય મગરનું મોત, 3 મહિનામાં 7મો બનાવ

શું હતી સમગ્ર ઘટના? 

ડીસા ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના કારણે રિક્ષાચાલકને હેલ્મેટ ન પહેરવાના ગુના બાબતે મેમો આપવામાં આવ્યો હતો. હકીકતમાં રીક્ષાચાલકને ટ્રાફિકના વિવિધ નિયમો તોડવાના કારણે દંડ રૂપે મેમો ફટકારવામાં આવ્યો હતો. જેમાં દંડની કિંમત 12 હજાર રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ મેમોમાં ઊંચા અવાજે ગીતો વગાડવા, લાઇસન્સ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ ન પહેરવા સહિતના નિયમભંગ જણાવવામાં આવ્યા હતા. જોકે, રીક્ષાચાલકને હેલ્મેટ ન પહેરવાને લઈને મેમો આપતાં હાલ ડીસાના ટ્રાફિક પોલીસ પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.

બનાસકાંઠામાં પોલીસે રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટનો મેમો! કુલ 12 હજારનો દંડ ભર્યો 3 - image

આ પણ વાંચોઃ જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર બાઈક અને ફોરવ્હીલ વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત પતિનું મૃત્યુ: પત્નીને ઈજા

ટ્રાફિક પોલીસ પર ઊભા થયાં સવાલ

રીક્ષાચાલકને હેલ્મેટ ન પહેરવાના કારણે દંડ કરવાને લઈને હાલ ડીસા ટ્રાફિક પોલીસ ચર્ચામાં આવી છે. આ સિવાય લોકો પૂછી રહ્યા છે કે, શું હવે રીક્ષાચાલકોએ પણ હેલ્મેટ પહેરવું પડશે? આ સિવાય લોકો ટ્રાફિક પોલીસ પર પણ એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે, પોલીસ દંડ વસૂલવા માટે ખોટી રીતે લોકોને ફસાવે છે. 


Google NewsGoogle News