ગુજરાત એટીએસ ટીમનું ગોધરામાં સર્ચ ઓપરેશન, ૩ ની અટકાયત
૩માંથી ૨ ફ્રૂટની લારી ચલાવે છે, ત્રણેય શખ્સો ૨૫ દિવસ પાકિસ્તાન રોકાઈને પરત આવ્યા છ
ગોધરા,ગોધરામાં આજે વહેલી સવારથી જ ગુજરાત એટીએસ ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધામા નાખ્યા હતા, અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓને ડિટેન કર્યા હતા. જે પૈકી બે વ્યક્તિ ગોધરામાં ફ્રૂટની લારી ચલાવે છે.
ગોધરામાં એટીએસ ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરી ગોધરાના જ લઘુમતી વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સોને ઉઠાવ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ ત્રણેય શખ્સો ૨૫ દિવસ પાકિસ્તાનાં રોકાઈને પરત આવ્યા છે.ત્રણેય શંકાસ્પદ શખ્સને પ્રથમ એસ.પી. કચેરી ખાતે લાવી ચાર કલાક પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ટીમે કેટલાક મોબાઈલ, આધારકાર્ડ અને એટીએમ કાર્ડ તપાસ અર્થે મેળવી ત્રણેય શકમંદોને સાથે લઈને ટીમ ગોધરાથી રવાના થઈ ગઈ છે. અમદાવાદ નજીક સાણંદમાં ૬ દિવસ પહેલા મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેક્શનને લઈ આ વ્યક્તિની પૂછપરછ તેના પર નજર રાખવા સૂચના અપાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયા છે. જેમાં ખાસ કરીને તેની વિચારધારા સાથે જોડાયેલી વ્યક્તિઓ ખાસ ગુ્રપ બનાવીને એમાં લોકોને અલગ અલગ મોડયૂલની વિચારધારા સાથે જોડીને આતંકી સંગઠનની વિચારસરણી સાથે જોડી દેવાતી હોવાની હકીકત સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી.