Get The App

ગુજરાતના દરિયાકાંઠે ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતના દરિયાકાંઠે ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ 1 - image


Drug Found off Porbandar Coast: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી સતત બીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના સંયુક્ત ઓપરેશનમાં 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે. હશીશ નામના ડ્રગ્સની કિંમત અંદાજે 60 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. 

અગાઉ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા હતા

નોધનીય છે કે, રવિવારે (28મી એપ્રિલ) ભારતીય કોસ્ટ ગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.

ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી

શનિવારે (27મી એપ્રિલ) ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. ગુજરાતના એક અને રાજસ્થાનના બે સ્થળો પર એટીએસએ દરોડા પાડ્યા હતા. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુજરાતના દરિયાકાંઠે ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ 2 - image



Google NewsGoogle News