Get The App

'દરેક ચોથા શબ્દે શું અભિનંદન બોલે રાખો છો...' ગુણગાન ગાતા ધારસભ્યોને અધ્યક્ષે કરી ટકોર

Updated: Mar 6th, 2025


Google News
Google News
'દરેક ચોથા શબ્દે શું અભિનંદન બોલે રાખો છો...' ગુણગાન ગાતા ધારસભ્યોને અધ્યક્ષે કરી ટકોર 1 - image


Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે ગુરુવારે ધારાસભ્યો દ્વારા તેમના નેતાઓને વારંવાર આપવામાં આવતા અભિનંદન અને શુભેચ્છાઓ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહના તમામ ધારાસભ્યોની ટકોર કરી હતી. શંકર ચૌધરીએ ધારાસભ્યોને ટકોર કરી કે, પ્રશ્નોત્તરી કાળ પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો સમય હોવાથી આ દરમિયાન પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવું જોઈએ. સરકારની ટીકા કે અભિનંદનમાં સમયનો બગાડ કરવો નહીં. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળનો સમય ખૂબ જ કિંમતી હોય છે. જેમાં જનતાના પ્રશ્નોની ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની જરૂર છે.'

'ખુશી વ્યક્ત કરો પણ ટૂંકમાં, નહિતર સમય પૂરો થઈ જશે'

ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પ્રશ્નોત્તરી કાળમાં સવાલ કરવાની જગ્યાએ એક મિનિટ સુધી પોતાના ક્ષેત્રમાં ત્રણ નગર પાલિકામાં મહિલા પ્રમુખની નિયુક્તિને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અટકાવ્યા હતા અને કહ્યું હતું કે, 'તમે અહીં ખુશી વ્યક્ત કરો પણ ટૂંકમાં, નહિતર સમય પૂરો થઈ જશે.'

'પ્રશ્નોત્તરીકાળ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાને વાંચા આપવા માટે છે'

વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે, 'ફક્ત અભિનંદન આપવા માટે વિધાનસભાનો સમય ન બગાડો. એક કલાકના પ્રશ્નોત્તરીકાળમાં ભાજપના ધારાસભ્યો નાગરિક હિતના પ્રશ્નોને બદલે દરેક ચોથા-પાંચમા શબ્દે અભિનંદન અભિનંદન બોલે રાખે છે... પ્રશ્નોત્તરીકાળ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાને વાંચા આપવા માટે છે. જેમ અભિનંદન આપવાના નથી એમ ટીકા પણ કરવાની નથી. અભિનંદન-ટીકા માટે રાજ્યપાલ, અંદાજ પત્રની ચર્ચાઓમાં પૂરતો સમય હોય જ છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આનાથી દૂર રહેવું.'

આ પણ વાંચો: ગુજરાતના આદિવાસી વિસ્તારની કફોડી હાલત : નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં 713 આંગણવાડીઓના મકાન નથી

જ્યારે રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ અને કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરી પણ આ પ્રકારની ભૂલ કરતાં જોવા મળતા વિધાનસભા અધ્યક્ષે તેમને જણાવ્યું હતું કે, 'પ્રશ્નોત્તરી કાળ ખૂબ જ મહત્ત્વનો છે, તેને વેડફવો ન જોઈએ.

Tags :
Shankar-ChaudharyGujarat-AssemblyGujarat

Google News
Google News