Get The App

VIDEO: ગુજરાતની જનતા અને વિકાસનો ઉલ્લેખ કરી PM મોદીએ કર્યું મહત્વનું ટ્વિટ

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું, મને જનતા જનાર્દનનો અપાર સ્નેહ મળ્યો

ગુજરાતના લોકો છેલ્લા બે દાયકામાં રાજ્યએ કરેલી પ્રગતિના સાક્ષી છે : PM

Updated: Dec 3rd, 2022


Google NewsGoogle News
VIDEO: ગુજરાતની જનતા અને વિકાસનો ઉલ્લેખ કરી PM મોદીએ કર્યું મહત્વનું ટ્વિટ 1 - image

અમદાવાદ, તા.03 ડિસેમ્બર-2022, શનિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી-પ્રચારના પડઘમ શાંત થયા છે. આ ચૂંટણી દરમિયાન PM મોદીએ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાશ રાખી નથી. તેમણે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 38 સભાઓ સંબોધી અને 100થી વધુ બેઠકો પર જોરદાર પ્રચાર કર્યો અને તેમની સભાઓ, રોડ-શો અને પ્રચાર દરમિયાન જનમેદની પણ જોવા મળી... એટલું જ નહી ગુરુવાર અને શુક્રવારે અમદાવાદમાં યોજાયેલા તેમના રોડ-શો દરમિયાન પણ તેમની એક ઝલક જોવા બહોળી સંખ્યામાં જનતાજનાર્દન ઉમટી હતી, ત્યારે જનતાના મળેલા અપાર સ્નેહ અંગે PM મોદીએ આજે મહત્વનું ટ્વિટ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મેં સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો. હું જ્યાં જયાં ગયો ત્યાં મને જનતા જનાર્દનનો અપાર સ્નેહ મળ્યો. ગુજરાતના લોકો છેલ્લા બે દાયકામાં રાજ્યએ કરેલી પ્રગતિના સાક્ષી છે અને તેઓ ઈચ્છે છે કે આ વિકાસયાત્રા અવિરત ચાલુ રહે.’

60 દિવસમાં 61 કાર્યક્રમનું આયોજન

વડાપ્રધાન મોદી સતત બે મહિનાથી કાર્યક્રમો યોજી રહ્યા છે. દેશ હોય કે વિદેશ કે પછી પક્ષ... PM મોદી હંમેશા સક્રિય રહી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી કાર્યક્રમો કરતા રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ સતત બે મહિના સુધી 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. તો ગુજરાત ચૂંટણી વાત કરીએ તો તેમની જનસભા હોય કે પછી રોડ-શો... તમામમાં જનમેદની જોવા મળી છે અને સમગ્ર ગુજરાત મોદીમય બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. 

પ્રચંડ પ્રચાર : PM મોદીએ 27 દિવસમાં 28 જનસભા સંબોધી

PM મોદીએ મતદારોને રિઝવવા, ગુજરાતના વિકાસને વધુ આગળ વધારવા સતત ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે 27 દિવસમાં 28 જનસભામાં સંબોધન કર્યું. આ દરમિયાન PM મોદીએ 4 મોટા રોડ-શો પણ યોજ્યા. એટલું જ નહીં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન 100થી વધુ સીટોને કવર કરી જંગી પ્રચાર કર્યો છે.


Google NewsGoogle News