ગુજરાત ચૂંટણી : આવતીકાલે યોજાશે બીજા તબક્કાનું મતદાન, જુઓ કોની સામે કોણ ટકરાશે ?
વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં કરશે મતદાન
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે યોજાશે મતદાન
અમદાવાદ, તા.4 ડિસેમ્બર-2022, રવિવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. તો 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના ભાગ્યનો ફેસલો થશે. તો કોંગ્રેસના સુખરામ રાઠવા અને જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા અને ભીમાભાઇ ચૌધરી પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. તો સાબરમતી વિસ્તારના મતદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે. તે પહેલા આજે PM મોદીએ ગાંધીનગર પહોંચી માતા હીરાબાના આર્શિવાદ લીધા હતા.
બીજા તબક્કામાં 14 જિલ્લાની આ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે
જિલ્લો |
વિધાનસભા
બેઠક |
બનાસકાંઠા |
વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ |
પાટણ |
રાધનપુર,
ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર |
મહેસાણા |
ખેરાલુ,
ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર |
સાબરકાંઠા |
હિંમતનગર,
ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ |
અરવલ્લી |
ભિલોડા (ST),
મોડાસા, બાયડ |
ગાંધીનગર |
દહેગામ,
ગાંધીનગર
દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ |
અમદાવાદ |
વિરમગામ,
સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા |
આણંદ |
ખંભાત,
બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા |
ખેડા |
માતર,
નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ |
મહીસાગર |
બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર |
પંચમહાલ |
શહેરા,
મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ |
દાહોદ |
ફતેપુરા,
ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા |
વડોદરા |
સાવલી,
વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ |
છોટાઉદેપુર |
છોટાઉદેપુર, જેતપુર (ST) |
ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમામ બેઠકો પર EVM, VVPAT મશીન સહિતની અન્ય મતદાન સામગ્રી પહોંચી ગઈ છે. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. EVMને પણ 4 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. A કેટેગરીમાં નોર્મલ વોટિંગ, B કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, C કેટેગરીમાં મોકપોલ અને D કેટેગરીમાં વપરાયા નથી તેવા EVMનો સમાવેશ કરાયો છે. કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મથકો પર CCTVથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ 9 હજાર 154 CU મશીન, 9 હજાર 154 BU મશીન અને 9 હજાર 425 VVPAT મશીન પહોંચાડાયા છે.
બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમ રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91 લાખ 35 હજાર 400 મતદારો છે. બીજા તબક્કામાં 17 હજાર 607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18 હજાર 271 સેવા મતદારોનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં આ વિધાનસભા બેઠકો માટે યોજાશે મતદાન
વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, સાવલી, વાઘોડિયા, છોટા ઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ
મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ
National Voters Service Portal (NVSP) - www.nvsp.in : મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે, e-EPIC ડાઉનલોડ કરવા માટે, તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે, તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે આ એપનો ઉપયોગ કરી શકશો.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in : ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે તેમજ મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટેની વિગત આ વેબસાઈટ પરથી મેળવી શકશો.
મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ
- પોતાનું મતદાન મથક શોધવા માટે, ઉમેદવારની માહિતી મેળવવા માટે, તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે, EVM વિશેની વિગતો મેળવવા માટે Voters Helpline App એપનો ઉપયોગ કરી શકશો.
- ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે Know Your Candidate એપનો ઉપયોગ કરી શકાશે.
- જો તમે આચારસંહિતા ભંગ થયું હોવાનું લાગે તો c-VIGIL App ફરિયાદ નોંધાવી શકશો.
- દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા, વ્હિલચેરની સુવિધા મેળવવા માટે, પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા માટે PwD Appનો ઉપયોગ કરી શકશો.
પ્રથમ તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન થયું ?
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થયું હતું, એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પહેલી ડિસેમ્બરે યોજાયેલા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર 788 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયાં છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં કુલ 63.31 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન યોજાયું
અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામનો સમાવેશ થાય છે.