ગુજરાતમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે, 70 શિક્ષકો 3 મહિનાથી ગેરહાજર, વિધાનસભામાં ગાજ્યો આ મુદ્દો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Gujarat Assembly


Absent Teacher Controversy: ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે સતત ગેરહાજર રહેતાં અને વિદેશ પ્રવાસે નીકળેલાં શિક્ષકો સામે સખત કાર્યવાહીની માંગ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે. જો કે, શિક્ષણ મંત્રીએ એવો જવાબ આપ્યો કે, '60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો હતો કે, એકે ય ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી.'

શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો ગાજ્યો

ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ઉઠાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, દાંતામાં સતત ગેરહાજર રહેતાં શિક્ષકો માટે જિલ્લા શિક્ષણા ધિકારીને જાણ કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવાયાં નથી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય-શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો: લ્યો હવે ડેટોલ, હાર્પિક, લાઈઝોલ પણ ડુપ્લીકેટ, ગુજરાતમાં અહીં પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર દૂર કારખાનું પકડાયું

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે,'બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતાં નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકોએ સામે ચાલીને રાજીનામું આપ્યુ છે.

બિન અધિકૃત ગેરહાજર-વિદેશ પ્રવાસે ગયેલા 10 શિક્ષકો સસ્પેન્ડ 

વિદ્યા સમીક્ષા કેંન્દ્ર દ્વારા શિક્ષકોની ઓનલાઈન હાજરી લેવાઈ રહી છે ત્યારે વર્ષ 2019થી 2022 દરમિયાન બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ મળીને બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં ત્રણ માસથી વધુ સમયથી ગેરહાજર હોય તેવા 70 શિક્ષકો ઉપરાંત વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા 60 શિક્ષકો સાંમે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય ગુલ્લીબાજ શિક્ષકોને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે, 70 શિક્ષકો 3 મહિનાથી ગેરહાજર, વિધાનસભામાં ગાજ્યો આ મુદ્દો 2 - image


Google NewsGoogle News