Get The App

અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું, મોડી રાતે ઘટના બની હતી

Updated: Jan 23rd, 2025


Google News
Google News
અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું, મોડી રાતે ઘટના બની હતી 1 - image


Gujarat Accident: ગુજરાતના અમરેલી જિલ્લામાંથી દીપડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમરેલી સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ નજીક દીપડાનું અકસ્માતે મોત નિજપ્યું હતું. બુધવારે (22 જાન્યુઆરી) મોડી રાત્રે અજાણ્યા વાહને દીપડાને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. દીપડાના મોતથી વન વિભાગ દોડતું થયું છે. 

આ પણ વાંચોઃ દુધરેજના ફુલવાળી વિસ્તારની મહિલાઓની પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત

શું છે સમગ્ર ઘટના? 

ગુજરાતના અમરેલી સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ નજીક બુધવારે (22 જાન્યુઆરી) મોડી રાત્રે અચાનક એક અજાણ્યા વાહનની આડે દીપડો આવી ગયો હતો. પૂરપાટ ઝડપે આવતા આ વાહને દીપડાને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના વિશે જાણ થતાં જ વન વિભાગના લોકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. હાલ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ સાથે જ અજાણ્યા વાહનની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

Tags :
AmreliLeopard-DiedAccident

Google News
Google News