અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે 1 - image


Ambaji Maha Melo Started: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની આજથી રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. આજે ભાદરવી સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને વહીવટદાર દ્વારા મહામેળાને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે. ત્યારે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

ભાદરવી મહાકુંભ-2024નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચેરમેને, વહીવટદાર અને SPએ રથ ખેંચી અને નારીયેળ વધેરીને ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. દાંતા રોડ ખાતે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. આગામી 7 દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે. જેમાં લાખો માઈભકતો દર્શન કરવા મા અંબાના ધામ આવશે.

અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે 2 - image

આ પણ વાંચોઃ અંબાજી મેળામાં ગુગલ મેપથી પદયાત્રી ઈચ્છિત સ્થાન ઉપર પહોંચી શકશે

ભાદરવી પૂનમે લાખો માઈ ભક્તો પગપાળા દર્શન માટે આવે છે. તેમને તકલીફ ન પડે તે માટે વિવિધ જગ્યાએ વિસામો કેન્દ્ર, મેડિકલ કેમ્પ અને પાણીની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના ચાચર ચોકમાં પણ આરોગ્ય માટેના કાઉન્ટર લગાવવામાં આવ્યો છે. પ્રસાદ રૂપે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  

મંદિરમાં આરતી અને દર્શનનો સમય

  • આરતી સવારે - 06 થી   06-30
  • દર્શન સવારે - 06-30 થી 11-30
  • રાજભોગ બપોરે - 12 કલાકે
  • દર્શન બપોરે - 12-30 થી 17 
  • આરતી સાંજે - 19-00 થી 19-30
  • દર્શન સાંજે - 19-30 થી 24-00

અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે 3 - image

માતાજીના દર્શન માટે ઉપડ્યા ભક્તોના સંઘ

ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ સિવાય મુંબઈના પણ ઘણાં વિસ્તારોથી પગપાળા સંઘ અંબાજી દર્શને આવતા હોય છે. ત્યારે અંબાજી સુધીનું અંતર કાપવા માટે માઈ ભક્તોના સંઘ રવાના થઈ ચુક્યા છે. જ્યારે અંબાજીની નજીક બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા સહિતના વિસ્તારોમાં ભાદરવી અગિયારસથી સંઘ પ્રસ્થાન કરશે.

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમ : શિવજીએ પ્રાર્થના કરતાં પ્રગટ થયેલાં માતાજી સ્થિત થયા અને એ સ્થળ અંબાજી કહેવાયું

અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે 4 - image

યાત્રાળુઓ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા

મા અંબાના દર્શને આવતા ભક્તો માટે વોટરપ્રુફ ડોમ, મેઈન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, એન્ટ્રી ગેટ, વેલકમ પિલર, સાઈનેઝીસ, હોડગ, બાઉન્ડ્રીવોલ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા,   ઈલેક્ટ્રીફીકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, એલઈડી સ્કીન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 15 થી 17 સપ્ટેમ્બપ સુધી સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંજે 7 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. 


Google NewsGoogle News