ગુજરાત : વરસાદમાં આફત, દુકાનનું શટર ખોલવા જતાં ચાર વ્યક્તિને લાગ્યો કરંટ, ત્રણના મોત
Kheda Electric Shock Tragedy : ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવી દીધી છે. રાજ્યના અનેક શહેરો અને તાલુકાઓ જળબંબાકાર થઈ ગયા છે. અનેક સ્થળેઓ પાણી ભરાવાની સાથે ભુવા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે, ત્યારે ખેડામાં વરસાદમાં વીજળીનો કરંટ લાગતા ત્રણના મોત થયા હોવાની ઘટના બની છે.
આ પણ જુઓ : VIDEO-અમદાવાદનાં શેલામાં બસ સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો
વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત એકનું મોત
મળતા અહેવાલો મુજબ માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. વરસાદમાં વીજળીનો કરંટ લાગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે જાણ કરાયા બાદ પોલીસની ટીમ પણ તુરંત દોડી આવી છે.
આ પણ વાંચો : સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
દુકાનનું શટલ ખોલવા જતા કરંટ લાગ્યો
વરસાદમાં દુકાનનું શટલ ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ તમામ લોકોને સારવાર અર્થે ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજખાન પઠાણ અને સાહિલખાન પઠાણ નામના વ્યક્તિઓનું મોત નિપજ્યું છે.
આ પણ જુઓ : લોનાવાલાનો ખોફનાક VIDEO : પાણીમાં તણાયો આખો પરિવાર, ત્રણના મોત, બે બાળકો ગુમ
માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. માતર પોલીસ દ્વારા મૃતકોની ડેટબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ જુઓ : VIDEO-મથુરામાં ઓવરહેડ ટાંકી ધરાશાયી, બે લોકોના મોત, ઘણા લોકો ઘાયલ