રાજ્ય સરકારે 17 IAS અધિકારીઓની સિનિયોરિટીને આપી મંજૂરી, પગાર વધારાનો મળશે લાભ
IAS Officer Promotion: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. જેમાં 8 કલેકટર, 2 ડીડીઓ અને એક મ્યુનિસિપલ કમિશનર સહિત કુલ 17 અધિકારીઓને પે મેટ્રિક્સ 13નો લાભ આપવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી (Senior Time Scale of IAS)માં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નવા વર્ષે ગુજરાત રાજ્યના 12 IPS ઓફિસરને તાત્કાલિક અસરથી બઢતી, 10 SP બન્યાં DIGP
2012ની બેચના IAS અધિકારીને મળી બઢતી
- અમૃતેશ ઔરંગાબાદકરની AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી
- અમિત અરોરાની કલેક્ટર કચ્છ-ભુજ તરીકે બઢતી
- દિગ્વિજયસિંહ જાડેજાની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બઢતી
- ગૌરાંગ મકવાણાની ભરૂચના કલેક્ટર તરીકે બઢતી
- તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી
- સંજય કે. મોદી નર્મદા કલેક્ટર તરીકે બઢતી
- રાજેશ એમ. તન્ના સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
- એ. બી. પટેલ ગાંધીનગર જોઇન્ટ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે બઢતી
- કે. સી. સંપત સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે બઢતી
- એમ. કે. દવે ગાંધીનગર કલેક્ટર તરીકે બઢતી
- પ્રવીણ કુમાર ડી. પૈસાનાની કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે બઢતી
- નૈમેશ એન. દવેની વલસાડ કલેક્ટર તરીકે બઢતી
- વી. એન. શાહની તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
- એસ. કે. પ્રજાપતિની કચ્છ-ભુજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
- એસ. ડી. ધાનાણીની પોરબંદરના કલેક્ટર તરીકે બઢતી
- કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બઢતી
2021ની બેચના IAS અધિકારીની બઢતી
- કાર્તિક જીવાણીની બનાસકાંઠાના સુઇગામના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- જયંતસિંહ રાઠોરની સુરેન્દ્રનગરના પાટડીના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- પ્રણવ વિજયવર્ગીયની પંચમહાલ-ગોધરાના શહેરાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- કલ્પેશ કુમાર શર્માની સુરેન્દ્રનગરના ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- નિશા, ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન પ્રમોશન કંપની લિ.ના જોઇન્ટ એમ.ડી તરીકે બઢતી
- અંચુ વિલ્સનની ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- સુનીલની કચ્છના અંજારના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- આનંદ અશોક પાટીલની મહિસાગરના લુણાવાડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
- દેવેન્દ્ર પ્રકાશ મીણાની અરવલ્લીના મોડાસાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી