વિશ્વામિત્રી પૂર બાદ સરકાર એક્શનમાં : તજજ્ઞોની ટીમ વડોદરા આવી, અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરાશે
Flood in Vadodara : વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર નોંધ લેવી પડી છે. ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે આજે એક સ્પેશ્યલ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી છે અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાશે.
આ ખાસ ટીમ જાણીતા તજજ્ઞ જગન બી.એન.નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી.
તજજ્ઞોની ખાસ કમિટીમાં બી.એન.નવલાવાલા (પૂર્વ સચિવ ભારત સરકાર), એસ.એસ.રાઠોડ (મુખ્યમંત્રી સલાહકાર), એન.એન.રાય (ચીફ એન્જીનીયર ર્સેટરલ વોટર કમિશન), ગાંધીનગર પ્રોફેસર ગોપાલ ભઠ્ઠી (સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એમ એસ યુનિવર્સિટી), દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશનર વડોદરા) બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે.