Get The App

પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેઇન્ટિંગ થઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ

૧૦૪ બબલ શીટ, ૩૫૦ રંગો અને ૬ મહિનાની મહેનત પછી તૈયાર થઈ પેઇન્ટિંગ

Updated: Dec 16th, 2022


Google NewsGoogle News
પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેઇન્ટિંગ થઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ 1 - image













ઓગણજ ખાતે ગત ગુરુવાર ૧૫ તારીખથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે લંડનની બહેનોએ પ્રમુખ સ્વામી મહારાજની એક અદ્ભૂત પેઇન્ટિંગનું નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની બબલરેપ વાળી પેંઇટિંગને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ કરાઈ છે ત્યારે આવો જાણીએ આ પેઇન્ટિંગની વિશેષતાઓ. 

લંડન ખાતે ૧૪૦ મહિલાઓ દ્વારા ૬  મહિનાની મહેનત બાદ આ બબલરેપ વાળી પ્રમુખ સ્વામી મહારાજની પેઇન્ટિંગ તૈયાર કરાઈ છે.  આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે ૭ વર્ષથી લઈને ૭૫ વર્ષ સુધી ઉંમરની  મહિલાઓએ સતત ૬ મહિના સુધી મહેનત કરી છે. આ પેઇન્ટિંગમાં આશરે ૩૨૦ થી વધારે કલરનો ઉપયોગ કરાયો છે. જેમાંથી લગભગ ૨૫૬ જેટલા રંગો 'બાપા'નો ચેહરો તૈયાર કરવામાં જ વપરાયા છે.  કલરને બબલરેપમાં  સિરીંજ વડે ઈન્જેક્ટ કરવામાં આવે છે.  લિક્વિડ વોલ પેઈન્ટના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં ઈન્જેક્શન કર્યા છે. દરેક બબલને ક્રમશ: નંબર આપ્યા બાદ તે અનુરૂપ વિવિધ રંગ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રીતે અંદાજે  ૮ લાખથી વધુ બબલ ભરવામાં આવ્યા છે અને તેના માટે ૧૦૪ જેટલી બબલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે . 

ઓગણજ ખાતે ગત ૧૫  ડિસેમ્બરથી પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ શરુ થઈ ગયો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૪ ડિસેમ્બરે આ પરમઉખ સ્વામી મહારાજ નગરને હરિભક્તો માટે પૂ. મહંત સ્વામી તથા વધપ્રધાન મોદીના હાથે હરિભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. આ જન્મ શતાબ્દી મહોત્સવ એક મહિનો ચાલવાનો છે ત્યારે ત્યાં ઘણા અદ્ભૂત આકર્ષણો છે જે માણવા લાયક છે જેમાં ગ્લો ગાર્ડન, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, મહા મૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ અને પરમઉખ સ્વામાઈ મહારાજના જીવનને લગતા પ્રદર્શનો ઉપરાંત લાઈવ પરફોર્મન્સનો પણ સમાવેશ થાય છે. 


Google NewsGoogle News