વડોદરામાં ફટાકડા ફોડતી વખતે આગ સામે સલામતી માટે તકેદારી રાખવા તંત્ર દ્વારા ગાઈડ લાઈન
image : Freepik
Vadodara Firecrackers Guidelines : દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ અંગે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સલામતી માટે તકેદારી રાખવાની ગાઈડ લાઈન જાહેર કરાઇ છે.
વડોદરા કોર્પોરેશનના તંત્રએ અપીલ કરી છે કે, જાહેરમાં ફટાકડા ફોડતી વખતે પ્રતિબંધિત વિસ્તારમાં નહીં ફોડવા જણાવ્યું છે. ઉપરાંત મકાનની છત કે છાપરા ઉપર પ્લાસ્ટિક લાકડું ગાદલા પેપર ઘાસ તથા બિનજરૂરી સામાન ખુલ્લો નહીં રાખવા સહિત બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ અવશ્ય તેમની પાસે હાજર રહેવું. સલામત જગ્યાએ ફટાકડા મુકવા અને સાવચેતી રાખીને ફોડવા તથા કોઈપણ સંજોગોમાં ઘરમાં ફોડવા નહીં. ઉપરાંત હવાઈ ગુબારા જેવા હવામાં ઊંચે જઈને ફૂટતા ફટાકડા પોલકે સાંકડી શેરીમાં નહીં ફોડતા ખુલ્લા મેદાનમાં જઈને ફોડવા અને સાવચેતી દાખવવા સહિત ફટાકડા ફોડવાની જગ્યાએ પાણી ભરેલું ડ્રમ, વાસણ રાખવા કોઈ કારણે આગ લાગે તો તત્કાળ રક્ષણ મળી શકે.
આ ઉપરાંત લાઇસન્સ ધારક ફટાકડાની દુકાનમાંથી જ ખરીદીનો આગ્રહ રાખવો. નહીં ફોટા ફૂટેલા ફટાકડાની નજીક જવાની ક્યારેય ભૂલ કરવી નહીં. ખુલ્લા પ્લોટોમાં ઘાસ બળતણ ગોડાઉન સ્ક્રેપ સહિત માલ સામાન હોય તો અગાઉથી સફાઈ કરી દેવા પણ જરૂરી છે. દિવાળી નવા વર્ષના તહેવારોમાં આવી જગ્યાએ માલિકોએ પાણીનો સંગ્રહ રાખવો જરૂરી છે. રાત્રિના સમયે આવી જગ્યાએ વોચમેનને પણ ડ્યુટી આપવી જરૂરી છે. ફટાકડા ફોડતી વખતે નજીકમાં અન્ય ફટાકડાનો સંગ્રહ રાખવો નહીં. નાયલોનની સાડી, સિન્થેટિક કપડાં પહેરવા નહીં અને સુતરાઉ કપડા પહેરીને જ ફટાકડા ફોડવા હિતાવહ છે. આવી જ રીતે ફાયર બ્રિગેડના ઈમરજન્સી વાહનોની અવરજવર માટે જગ્યા રસ્તા ખુલ્લા રાખવા જરૂરી છે. આ અકસ્માત સમયે અગ્નિ શમન અને તાત્કાલિક સેવાઓના વિભાગને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે.