સુરત સહિત રાજ્યના 23 વેપારીઓ પર રેડમાં રૃા.8.10 કરોડની GST ચોરી મળી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સુરત સહિત રાજ્યના 23 વેપારીઓ પર રેડમાં રૃા.8.10 કરોડની GST ચોરી મળી 1 - image


સુરત

સુરતના 20, સાપુતારાના 5 તથા વડોદરાના મળીને વિવિધ ક્ષેત્રના કુલ 23વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડયા હતા

      

સુરત-સાપુતારા સહિત રાજ્યના સાત જિલ્લાના કુલ 23જેટલા વિવિધ ક્ષેત્રના વેપારીઓવા 52 સ્થળો પર સ્ટેટ જીએસટી વિભાગની ટીમે રેડ કરીને કુલ 8.10 કરોડની કરચોરી ઝડપીને કર વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ જીએસટી વિભાગની ટીમે તાજેતરમાં સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તથા રાજકોટ મળીને કુલ સાત જિલ્લાના 23 જેટલા વેપારીઓના 52 જેટલા સ્થળો પર રેડ કરીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી.મુખ્યત્વે સિરામીક,ભંગાર,મોબાઈલ ફોન,કોસ્મેટિક આઈટમ્સ,ફરસાણ,હોટેલ-રેસ્ટોરન્ટ,ટુર ઓપરેટર,કોચીંગ ક્લાસીસ,પ્રિન્ટીગ સર્વિસીસ એમ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા 23 વેપારીઓના 52 સ્થળો પર સ્થળોને એસજીએસટી વિભાગે સકંજામાં લીધા હતા.

જેમાં સૌથી વધુ સુરતના ચૌટાબજાર,ચોકબજાર ભાગાતળાવના 20,વડોદરાના દાંડીયા બજાર, કારેલીબાગના 15,ડાંગ જિલ્લાના સાપુતારા તથા ભાવનગરના ગોગાસર્કલના 5-5 તથા ગાંધીનગર સેકટર-21 તથા મહેસાણાના રાધનપુર રોડના 3-3  અને રાજકોટના જસદણના એક વેપારી સહિત 23 વેપારીઓના કુલ 52 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.સ્ટેટ જીએસટી વિભાગની ટીમે કબજે કરેલા વાંધાજનક હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશન દરમિયાન વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેચાણો તથા આપવામાં આવેલી સેવાઓ હેઠળ બિલ આપવામાં આવતા નહોતા.તદુપરાંત ચુકવવા પાત્ર વેરો ભરવાનો ન થાય  ઓછો વેરો ભરવાનો થાય કે મળવા પાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતો હોવાનું  બહાર આવ્યું છે.તદુપરાંત હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં તથા ખરેખર હાજર સ્ટોકમાં પણ તફાવત તથા મળવાપાત્ર ન હો ય તેવી ક્રેડીટ મેળવીને અત્યાર સુધીમાં કુલ 8.10 કરોડની કરચોરી આચરી હોવાનું બહાર આવ્યું છે.જેથી ટેક્ષ વસુલાતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.


suratgst

Google NewsGoogle News