સુરત સિરામીક ટાઇલ્સના ચાર વેપારીની રૃા.3.29 કરોડની GST ચોરી ઝડપાઇ
આઠ ધંધાકીય સ્થળો પરથી વાંધાજનક દસ્તાવેજો તથા સ્ટોક ડીફરન્સ મળતાં કુલ 2.12 કરોડની ટેક્સ વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ
સુરત
આઠ ધંધાકીય સ્થળો પરથી વાંધાજનક દસ્તાવેજો તથા સ્ટોક ડીફરન્સ મળતાં કુલ 2.12 કરોડની ટેક્સ વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ
સ્ટેટ
જીએસટીવિભાગની ટીમે સુરતના ચાર સિરામીક ટાઈલ્સના વેપારીઓના આઠ ધંધાકીય સ્થળો પર સાગમટે
દરોડા પાડીને કુલ રૃ.3.29 કરોડની કરચોરી શોધી કાઢી છે.જે રૃ.2.12 કરોડની ટેક્સ
વસુલી બાકીના વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ જીએસટી વિભાગની ટીમે દ્વારા માર્કેટ ઈન્ટેલિઝન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન સુરતના સિરામીક ટાઈલ્સના વેપારીઓની ગેરરીતિ આચરી હોવાની જાણ થઈ હતી.જેથી સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતના ચાર જેટલા સિરામીક વેપારીઓના આઠ ધંધાકીય સ્થળો પર સાગમટે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
જે દરમિયાન કબજે કરવામાં આવેલા વાંધા જનક હિસાબી દસ્તાવેજો તથા હિસાબી વ્યવહારોના વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં ખરીદ,વેચાણ તથા હાજર સ્ટોકમાં મોટા પાયા પર તફાવત જોવા મળ્યો હતો.જેથી આવા બેહિસાબી વ્યવહારો પર કુલ 3.29 કરોડની કરચોરી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ.જે પૈકી વિભાગીય અધિકારીઓની ટીમે સ્થળ પરથી કુલ 2.12 કરોડની વસુલાત કરી બાકીની વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.