Get The App

કોર્પોરેશનના કોન્ટ્રકટરને ત્યાં જીએસટી વિભાગની તપાસ

બપોરે બે વાગ્યાથી કોન્ટ્રાકટરની ઓફિસે ઓડિટની કામગીરી હાથ ધરી

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
કોર્પોરેશનના કોન્ટ્રકટરને ત્યાં જીએસટી વિભાગની તપાસ 1 - image

વડોદરા, તા.29 વડોદરામાં કોર્પોરેશનના કોન્ટ્રાકટર એસ.કે. મકવાણા એન્ડ જીએસટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કોન્ટ્રાકટર વર્તુળોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

વડોદરા કોર્પોરેનના ઇન્ફ્રાસ્ટ્રકચર્સની ડ્રેનેજ અને વરસાદી ગટરની સિવિલ કોન્ટ્રાકટરની કામગીરી કરનાર એસ.કે. મકવાણાની ઓફિસ ખોડિયારનગર ચાર રસ્તા પાસે અર્થ આઇકોન ખાતે આવેલી છે, જયાં આજે બપોરે જીએસટીના અધિકારીઓ તપાસ અર્થે આવ્યા હતા, અને કામગીરી ચાલુ કરી હતી. કંપનીના કાગળો અને હિસાબો તપાસ્યા હતા. જીેસટીના અધિકારીઓ ઓડિટની કામગીરી માટે બપોરે બે વાગ્યાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે ઓડિટ કાર્ડ બાદ અધિકારીઓ રવાના થયા હતા, જો કે કામગીરી હજી અધૂરી રહી હતી.




Google NewsGoogle News