Get The App

વેપારીઓની વરસોથી અટવાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છૂટી થવાનો માર્ગ ખૂલ્યો

ગુજરાત વિધાનસભામાં જીએસટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું માલ અને સેવા સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
વેપારીઓની વરસોથી અટવાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છૂટી થવાનો માર્ગ ખૂલ્યો 1 - image



પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ૫૩મી અને ૫૪મી બેઠકમાં સૂચવવામાં આવેલા સુધારાઓ મંજૂર કરાવવા માટેનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા વિધેયક આજે ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવતા વેપારીઓની બાકી રહી ગયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવા માટેનો માર્ગ ખૂલી ગયો છે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો ૨૦૧૭ની પહૅલી જુલાઈએ અમલમાં આવ્યો તે પછીના પહેલા બે ત્રણ વર્ષમાં વેપારીઓએ રિટર્ન ફાઈલ કરવામાં કે પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટલેવામાં કોઈ ભૂલ કરી હોય તો અને તેને કારણે ડિમાન્ડ ઊભી થઈ હોય અને તેના પર વ્યાજ અને દંડ કરવામાં આવ્યો હોય તો તે વ્યાજ અને દંડની રકમ માફ કરી દેતો સુધારો પણ કલમ ૧૨૮(એ)નો સુધારો દાખલ કરવામાં આવ્યો છે. પરિણામે વેપારીઓને વ્યાજ અને દંડ માફ મળી જશે. કેન્દ્ર સરકારે આ પ્રકારના સુધારા કર્યા પછી રાજ્ય સરકારે પણ તેના કાયદામાં આ પ્રકારના સુધારા કરવા જરૃરી હોવાથી આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા માલ અને સેવા સુધારા વિધેયક ૨૦૨૫ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ વેરા અને દંડની રકમ ૨૦૧૭-૧૮સ, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧-૨૨ના વરષ માટે માપ કરવામાં આવી છે. પરંતુ તેન ેમાટેનું રિટર્ન ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં ફાઈલ કરી દેવાની સમય મર્યાદા આપવામાં આવેલી છે.

આ જ પ્રકારનો વિવાદ વેરા શાખના સંદર્ભમાં થયો હયો ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ના સમય ગાળામાં લેવાની થતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કલમ ૧૬(૪)મા ંકરવામાં આવેલી જોગવાઈ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૧ના રિટર્ન ફાઈલ કરતી વખતે ક્લેઈમ કરી લેવાની થતી હતી, પરંતુ કલમ ૧૬(૪)માં કેટલીક મર્યાદા આવતી હોવાથી આ ક્રેડિટ મેળવી શકાઈ નહોતી. તેથી ગુજરાતમાં રજૂ કરવામાં આવેલા માલ અને સેવા સુધારા વિધેયક ૨૦૨૫માં કલમ ૧૬ (૫) અને કલમ ૧૬ (૬) ઉમેરીને ભૂતકાળમાં કાયદાકીય જટિલતાને કારણે ડિસએલાવ કરવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અત્યારે મળી જાય ેતવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.  

કલમ ૧૬(૪)ની જટિલ જોગવાઈને પરિણામે અનેક વિવાદો થયા હતા. આ વિવાદો સમાવવા માટે પ્રસ્તુત સુધારા દાખલકરવામાં આવ્યા હતા. ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં પ્રસ્તુત વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક સર્વાનુમતે પસાર થઈ જતાં વેપારીઓના વરસોથી સલવાયેલા પૈસા છૂટા થઈ જવા માટેનો માર્ગ ખૂલી ગયો છે.



Google NewsGoogle News